Diesel Vehicles પર દિલ્હી સરકારે લીધો આ નિર્ણય, તમારા પર વર્તાશે અસર

જેમના ડીઝલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે તેમને સરકાર દ્રારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ઇશ્યૂ કરવામાં આવશે. આ NOC બતાવીને તે ડીઝલ વાહનોને અન્ય શહેરોમાં ફરી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
 

Diesel Vehicles પર દિલ્હી સરકારે લીધો આ નિર્ણય, તમારા પર વર્તાશે અસર

નવી દિલ્હીઃ દિલ્હી (Delhi) માં સતત પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા કેજરીવાલ સરકારે એક મોટું પગલું ભરવાની જાહેરાત કરી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ના નિર્દેશોનું પાલન કરતાં દિલ્હી સરકારે 1 જાન્યુઆરી, 2022ના રોજ 10 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા તમામ ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લીધો છે.

લોકોને મળશે NOC
મળતી માહિતી મુજબ, જેમના ડીઝલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે તેમને સરકાર દ્રારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ઇશ્યૂ કરવામાં આવશે. આ NOC બતાવીને તે ડીઝલ વાહનોને અન્ય શહેરોમાં ફરી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
 
દિલ્હી પરિવહન વિભાગે સ્પષ્ટતા કરી કે જે ડીઝલ વાહનો 15 વર્ષનો સમયગાળો પૂરો કરી ચૂક્યા છે. તેમને કોઈપણ સંજોગોમાં એનઓસી મળશે નહીં. એવામાં તે વાહનોને કોઇપણ સંજોગોમાં ક્રશ કરવા પડશે.

NGT એ જુલાઈ 2016માં આપ્યો હતો આદેશ
જણાવી દઈએ કે જુલાઈ 2016માં NGTએ દિલ્હી-NCRમાં ડીઝલ વાહનો (Diesel Vehicles)  પર મોટો ઓર્ડર આપ્યો હતો. NGTએ કહ્યું હતું કે દિલ્હીમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વડે ચાલતા વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે. આ સાથે તેમને રસ્તા પર આવતા અટકાવવા જોઈએ.

દિલ્હી પરિવહન વિભાગે કહ્યું કે 15 વર્ષની વય વટાવી ચૂકેલા પેટ્રોલથી ચાલતા વાહનોનું રજિસ્ટ્રેશન પણ 1 જાન્યુઆરી પછી રદ કરવામાં આવશે. આવા લોકોને વિભાગ દ્વારા NOC પણ આપવામાં આવશે. જે બતાવીને તેઓ તેમના વાહનને અન્ય રાજ્યોમાં ફરી રજીસ્ટ્રેશન કરાવી શકશે.

ઇલેક્ટ્રિક વાહનમાં કન્વર્ટ કરી શકશો
વિભાગે જણાવ્યું હતું કે જો 10 વર્ષ જૂના ડીઝલ વાહનોના માલિકો અથવા 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનના માલિકો તેમના વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં કન્વર્ટ કરવાનો નિર્ણય કરે છે, તો તેમને તેની મંજૂરી આપવામાં આવશે. જોકે, તેના માટે તેમણે વિભાગમાં અરજી કરીને પરવાનગી લેવી પડશે. આવા ડ્રાઈવરોએ માત્ર પ્રમાણિત એજન્સીઓ પાસેથી જ વાહનોમાં ઈલેક્ટ્રિક કીટ લગાવવી પડશે.

વિભાગે ચેતવણી આપી છે કે જે વાહનો તેમની મહત્તમ અવધિ પાસ કરી ચૂક્યા છે જે વાહનોને એનઓસી નહીં મળે, તેમને દિલ્હી ટ્રાફિક પોલીસની મદદથી જપ્ત અધિકૃત વેંડરો પાસે સ્ક્રેપિંગ માટે મોકલવામાં આવશે. તે સ્ક્રેપમાંથી મળેલી રકમ વાહન માલિકને પરત કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news