ખેડૂતોને દિલ્હી સરકાર દર વર્ષે આપશે 77000 રૂપિયા, જાણો કેમ?
જળ સંચય માટે લીઝ પર જમીન આપનાર ખેડૂતોને દિલ્હી સરકાર દ્વાર દર વર્ષે 77000 રૂપિયા પ્રતિ એકરના દરે ચૂકવવામાં આવશે. દિલ્હીમાં ઘટતા પાણીના સ્તરને બચાવવા માટે દિલ્હી સરકારે પ્રાકૃતિક રીતે જલ સંચય કરવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: જળ સંચય માટે લીઝ પર જમીન આપનાર ખેડૂતોને દિલ્હી સરકાર દ્વાર દર વર્ષે 77000 રૂપિયા પ્રતિ એકરના દરે ચૂકવવામાં આવશે. દિલ્હીમાં ઘટતા પાણીના સ્તરને બચાવવા માટે દિલ્હી સરકારે પ્રાકૃતિક રીતે જલ સંચય કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાઓ અમલમાં મૂકવા માટે, દિલ્હી સરકારે 10 જુલાઇએ કેબિનેટની બેઠકમાં જય સંચય પ્રોજેક્ટ પર ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટિની રિપોર્ટને મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટિએ તેમના રિપોર્ટમાં આ મહત્વાકાંક્ષી યોજના માટે લીઝ પર તેમની જમીન આપનાર ખેડૂતોને પ્રતિ વર્ષ 77000 રૂપિયા પ્રતિ એકરના દરે ચૂકવવાની ભલામણ કરી છે. આ પાઇલટ પ્રોજેક્ટ માટે ખેડૂતોને તેમની જમીનના હિસાબથી રમક આપવામાં આવશે. દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, દેશમાં તેમની જેમ આ પહેલા પ્રોજેક્ટમાં યમુના ફ્લડ પ્લેન વિસ્તારમાં કુદરતી રીતે પાણી સંગ્રહિત કરવામાં આવશે. આ યોજનાના પાયલટ પ્રોજેક્ટને આ મહિનાથી શરૂ કરવાની તૈયારી છે.
તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ખાસ કરીને ગર્મિઓના દિવસોમાં પાણીની અછત દુર કરવા માટે આ એક મહત્વનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ અંતર્ગત, યમુના પૂર યોજના હેઠળ પલ્લા અને વાઝીરાબાદ વિસ્તારો જળ સંચય માટે એક મોટૂં રિસર્વોઇર બનાવવામાં આવશે. આ ઉપરાંત, ફ્લડ પ્લેસમાં નાના-નાના પોન્ડ્સ (તળાવ) બનાવવામાં આવશે, જેમાં વરસાદ દરમિયાન યમુનામાં વહેતા પાણીને ભેગુ કરવામાં આવશે. દિલ્હી સરકારે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) કમિટિની બે એપ્રૂવલ્સ છોડી આ પાયલટ પ્રોજેક્ટથી સંબંધિત વધારે એપ્રૂવલ્સ પ્રાપ્ત કરી છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે