JNU હિંસા: 3 પ્રોફેસરોની અરજી પર દિલ્હી HC દ્વારા ફેસબુક, ગૂગલ અને Whatsapp ને નોટીસ

જેએનયૂ (JNU)ના ત્રણ પ્રોફેસરો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) ફેસબુક (Facebook), ગૂગલ (google) અને વોટ્સઅપ (Whatsapp)ને નોટીસ જાહેર કરી જવાબ માંગ્યો છે. જોકે અરજીમાં 5 જાન્યુઆરીના રોજ થયેલી હિંસાના CCTV ફૂટેજ અને બીજા પુરાવાની સુરક્ષા સુનિશ્વિત કરવાની માંગ કરી છે. 

JNU હિંસા: 3 પ્રોફેસરોની અરજી પર દિલ્હી HC દ્વારા ફેસબુક, ગૂગલ અને Whatsapp ને નોટીસ

નવી દિલ્હી: જેએનયૂ (JNU)ના ત્રણ પ્રોફેસરો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) ફેસબુક (Facebook), ગૂગલ (google) અને વોટ્સઅપ (Whatsapp)ને નોટીસ જાહેર કરી જવાબ માંગ્યો છે. જોકે અરજીમાં 5 જાન્યુઆરીના રોજ થયેલી હિંસાના CCTV ફૂટેજ અને બીજા પુરાવાની સુરક્ષા સુનિશ્વિત કરવાની માંગ કરી છે. 

અરજીમાં વોટ્સઅપ ઇંક, ગૂગલ ઇંક અને એપ્પલ ઇંકને જેએનયૂ હુમલામાં વોટ્સઅપ ગ્રુપ 'યૂનિટી અગેંસ્ટ લેફ્ટ' અને 'ફ્રેન્ડ્સ ઓફ આરએસએસ' સાથે જોડાયેલા ડેટાને સુરક્ષિત રાખવા અથવા ફરીથી એકત્ર કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. ડેટામાં મેસેજ, તસવીરો, વીડિયો અને સભ્યોના ફોન નંબર વગેરે સામેલ છે. 

જેએનયૂના પ્રોફેસર અમિત પરમેશ્વરન, અતુલ સૂદ અને શુક્લા વિનાયક સાવંત દ્વારા અરજીમાં દિલ્હી પોલીસ કમિશ્નર અને દિલ્હી સરકારને જરૂરી નિર્દેશ આપવાની માંગ કરી છે. 

વકીલ અભીક ચિમની, માનવ કુમાર અને રોશની નમ્બૂદરી દ્વારા અરજીમાં દિલ્હી પોલીસને જેએનયૂ પરિસરમાં થયેલા હુમલા વિશે સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાના નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. જેએનયૂમાં 5 જાન્યુઆરીના રોજ બુકાનીધારી દ્વારા કરવામાં આવેલા હુમલામાં 30થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને ઇજા પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news