JNU હિંસાઃ દિલ્હી પોલીસે છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષની કરી પૂછપરછ
પોલીસે આ બધાને નોટિસ પાઠવી હતી. આ પહેલા દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી પોલીસની સાથે રાજ્ય સરકાર, વોટ્સએપ, ગૂગલ અને એપલને જેએનયૂમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા સંબંધિત ડેટા અને સીસીટીવી ફુટેજ સુરક્ષિત રાખવા જવાબ માગ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ જેએનયૂ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષની દિલ્હી પોલીસે પૂછપરછ કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે પોલીસે યુનિવર્સિટીમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસાના મામલામાં તેની પૂછપરછ કરી છે. દિલ્હી પોલીસે આઇશીની સાથે વિદ્યાર્થી નેતા પંકજ અને વાસ્કર વિજયને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. મહત્વનું છે કે દિલ્હી પોલીસે બે દિવસ પહેલા જેએનયૂમાં થયેલી હિંસક ઘટનાને લઈને પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેણે આઇશી ઘોષ સહિત 9 વિદ્યાર્થી સામેલ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
JNU violence case: Delhi Police today called JNUSU president Aishe Ghosh, Pankaj and Waskar Vijay for questioning. Their statements have been taken after questioning. https://t.co/MXlBWRn1AI
— ANI (@ANI) January 13, 2020
ત્યારબાદ પોલીસે આ બધાને નોટિસ પાઠવી હતી. આ પહેલા દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી પોલીસની સાથે રાજ્ય સરકાર, વોટ્સએપ, ગૂગલ અને એપલને જેએનયૂમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા સંબંધિત ડેટા અને સીસીટીવી ફુટેજ સુરક્ષિત રાખવા જવાબ માગ્યો હતો.
હાઈકોર્ટે કહ્યું કે, આગળની તપાસ માટે આ જાણકારી જરૂરી છે. જેએનયૂના ત્રણ પ્રોફેસરોએ આ માટે અરજી આપી હતી. કોર્ટનું કહેવું છે કે હિંસા સંબંધિત જાણકારી ભવિષ્ય માટે જરૂરી છે તેથી તેને સુરક્ષિત રાખવી જોઈએ.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે