Puneet Khurana Case: દિલ્હીમાં પણ અતુલ સુભાષ જેવી ઘટના? આત્મહત્યા પહેલા પુનીતનો ફોન પર પત્ની સાથે થયો હતો ઝઘડો!

31 ડિસેમ્બરની સાંજે ઘટેલી આ ઘટનાએ પુનીતના પરિવારને આઘાતમાં નાખી દીધો છે. પુનીતના લગ્ન 2016માં થયા હતા અને હાલ તે ડિવોર્સની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. પરિવારનો આરોપ છે કે પત્ની સાથે તણાવ અને પરેશાનીઓના કારણે પુનીતે આ પગલું ભર્યું. 

Puneet Khurana Case: દિલ્હીમાં પણ અતુલ સુભાષ જેવી ઘટના? આત્મહત્યા પહેલા પુનીતનો ફોન પર પત્ની સાથે થયો હતો ઝઘડો!

દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં પુનીત ખુરાના નામના એક બિઝનેસમેને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. તાજેતરમાં જ બેંગ્લુરુના એક એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પણ આત્મહત્યા કરી લેતા દેશભરમાં હવે આ પ્રકારના કેસો સામે આવતા હડકંપ મચ્યો છે. 31 ડિસેમ્બરની સાંજે ઘટેલી આ ઘટનાએ પુનીતના પરિવારને આઘાતમાં નાખી દીધો છે. પુનીતના લગ્ન 2016માં થયા હતા અને હાલ તે ડિવોર્સની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. પરિવારનો આરોપ છે કે પત્ની સાથે તણાવ અને પરેશાનીઓના કારણે પુનીતે આ પગલું ભર્યું. 

દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારના કલ્યાણ વિહારમાં પુનીત ખુરાના નામના આ વ્યક્તિએ 31 ડિસેમ્બરના રોજ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પરિવારના જણાવ્યાં મુજબ પુનીતે છેલ્લે પત્ની સાથે ફોન પર વાત કરી હતી. પતિ અને પત્ની વચ્ચે શું વાતચીત થઈ હતી તેની કેટલીક માહિતી સામે આવી છે. 

પતિ અને પત્ની વચ્ચે વાતચીત

પત્ની- રાતે ત્રણ વાગે ફોન કરો છો. ઊંઘ નથી આવતી. તમે તો મને અને મારા પરિવારને ડિસગ્રેસ કરી રહ્યા હતા. 
પુનીત- શું જોઈએ છે એ  કહે. બાકી જે મરજી હોય તે કરો. 
પત્ની- હવે તો ધમકી આપશો કે આત્મહત્યા કરી લઈશ, ઘર છોડીને જતો રહીશ. 
પુનીત- આ બધી વાતોનો કોઈ અર્થ નથી હવે. હવે શું જોઈએ એ કહે. મારે કોઈની સાથે કોઈ અફેર નથી. 
પત્ની- મારે આ બધી ચીજો સાથે કોઈ મતલબ નથી. તમે મને કશું owe કરતા નથી. અમે ડિવોર્સ માટે અપીલ કરી છે. પરંતુ આપણે બિઝનેસ પાર્ટનર ચીએ અને બિઝનેસ અલગ છે. 
પત્ની- તમારી ખોટું બોલવાની આદત છે. તમે શું ઈચ્છો છો? ભીખારી તારી પાસે મે શું માંગ્યુ?
પુનીત- આવી ગાળો કેમ આપે છે?
પત્ની- તારી પાસેથી જ શીખી છે આવી ભાષા. સામે આવીશ તો લાફો મારીશ. મારે તને જોવો જ નથી, તમને મારીને મારા હાથ પણ ગંદા કરવા નથી. 
પુનીત- તું મારા એકાઉન્ટ્સને હેક ન કરે એટલા માટે મે ફોન કર્યો છે. 
પત્ની- તું બીજી છોકરીઓને મળતો હતો. કેમ મળતો હતો. 

પત્નીના વ્યવહારને કારણે પુનીતે કરી આત્મહત્યા?
આ મામલે પોલીસે જણાવ્યું છે કે વેપારમાં ખોટના એંગલની પણ તપાસ કરી રહ્યા છે. પુનીતના પરિવારનું કહેવું છે કે તેમની પત્નીના વ્યવહાર અને તણાવપૂર્ણ સંબંધોએ પુનીતને આ પગલું ભરવા માટે મજબૂર કર્યો. પોલીસે આ મામલે પણ તમામ પહેલુઓની તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે. 

પરિવારના શું છે આરોપ?
પુનીતના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેની પત્નીએ છેલ્લા ફોનનું રેકોર્ડિંગ કોઈ સંબંધીને મોકલ્યું હતું. પરિવારનું કહેવું છે કે પુનીતે આત્મહત્યા પહેલા કોઈ વીડિયો કે પોસ્ટ શેર કરી નથી. પોલીસે પુનીતનો ફોન રિકવર કરી લીધો છે અને પત્નીને પૂછપરછ માટે બોલવવાની યોજના બનાવી રહી છે. 

આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો?
પોલીસે હજુ સુધી આ મામલે કોઈ એફઆઈઆર દાખલ કરી નથી. બધાના નિવેદન લેવાઈ રહ્યા છે અને મૃતકના ફોનની પણ તપાસ થઈ રહી છે. એવું કહેવાય છે કે  પુનીતે આત્મહત્યા પહેલા એક કલાકનો વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે તેની પત્ની અને તેના માતા પિતા દ્વારા થઈ રહેલા હેરેસમેન્ટનો ઉલ્લેખ કર્યો છે. 

પુનીતને પરેશાન કરાયો
પુનીતના પિતાનું કહેવું છે કે તેમણે પોતાની પ્રોપર્ટી વેચીને મનિકા (પુનીતની પત્ની)ના પિતાને લોન આપી હતી. લગ્ન બાદ પુનીત અને મનિકાએ એક કેફે ખોલ્યું હતું જે ગણતરીના દિવસોમાં બંધ થઈ ગયું. પરિવારનો આરોપ છે કે મનિકા અને તેના પરિવારે પુનીતને એટલો પરેશાન કર્યો કે તેણે આત્મહત્યા કરી લીધી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news