આ રિપોર્ટથી ગુજરાતીઓની ઉંધ ઉડી જશે! 25 જિલ્લાના ભૂગર્ભ જળમાં છે ઝેર, થઈ શકે છે આવી બિમારીઓ!

હાલ એક રિપોર્ટથી ગુજરાતીઓની ચિંતા વધી જવાની છે. જી હા...ગુજરાતમાં એવા 25 જિલ્લા છે, જ્યાં ભૂગર્ભ જળમાં હૃદય રોગ સાથે સંબંધિત બિમારીઓ થાય તેવા ખતરનાક રસાયણો, તત્વો અને કેમિકલ મળી આવ્યા છે.

આ રિપોર્ટથી ગુજરાતીઓની ઉંધ ઉડી જશે! 25 જિલ્લાના ભૂગર્ભ જળમાં છે ઝેર, થઈ શકે છે આવી બિમારીઓ!

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત ભારે વરસાદ પડતો હોવા છતાં ભૂગર્ભમાંથી ગુણવત્તાસભર પાણી મળવું મુશ્કેલ બનતું હોય છે. મોટાભાગના વરસાદી પાણી કાળી કઠણ માટીની જમીન હોવાથી જમીનમાં પચવાને બદલે દરિયામાં વહી જાય છે જેને લઈને વરસાદી પાણીનું હાર્વેસ્ટિંગ કરવું અથવા ભૂગર્ભ જળ, કૂવા અને બોરવેલના પાણી રિચાર્જ કરવું સરળ રહ્યું નથી. વૃક્ષોનું નકિંદન અને વનસ્પતિનું પ્રમાણ ઘટવાથી ભૂગર્ભ જળ રિચાર્જ કરી શકાતું નથી. પરંતુ હાલ એક રિપોર્ટથી ગુજરાતીઓની ચિંતા વધી જવાની છે. જી હા...ગુજરાતમાં એવા 25 જિલ્લા છે, જ્યાં ભૂગર્ભ જળમાં હૃદય રોગ સાથે સંબંધિત બિમારીઓ થાય તેવા ખતરનાક રસાયણો, તત્વો અને કેમિકલ મળી આવ્યા છે.

સમગ્ર દેશમાં લગભગ 20 ટકા નમૂનાઓ ભૂગર્ભજળની ગુણવત્તાને લગતા નિર્ધારિત માપદંડોમાં નિષ્ફળ ગયા છે. આ નમૂનાઓમાં નાઈટ્રેટનું સ્તર મર્યાદા કરતાં વધુ છે, જ્યારે નવ ટકા નમૂનાઓમાં આર્સેનિકનું સ્તર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના વાર્ષિક અહેવાલમાં ફરી એકવાર પાણીની ગુણવત્તા અંગે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. આ અહેવાલ મુજબ ભૂગર્ભજળની ગુણવત્તા વિવિધ વિસ્તારોમાં બદલાતી રહે છે.

અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, જમ્મુ અને કાશ્મીર જેવા કેટલાક વિસ્તારોમાં 100 ટકા પાણીના નમૂનાઓ BIS સ્ટાન્ડર્ડને પૂર્ણ કરે છે. પરંતુ તેનાથી વિપરિત રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને આંધ્રપ્રદેશમાં પાણીના વ્યાપક પ્રદૂષણની હકીકત સામે આવી છે. ગુણવત્તા માપવા માટે સમગ્ર દેશમાં 15,259 ભૂગર્ભજળ મોનિટરિંગ સ્થાનોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં ગુજરાતમાં એવા 25 જિલ્લા અમદાવાદ, રાજકોટ, વડોદરા, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, છોટા ઉદેપુર, જામનગર વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ક્લોરાઇડનું પ્રમાણ વધુ
રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં ક્લોરાઇડનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે. ઘણી જગ્યાએ ચોમાસા પછી પાણીની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે, જેનો અર્થ છે કે વરસાદના પાણીના રિચાર્જને કારણે હાનિકારક મીઠાની અસર કુદરતી રીતે ઓછી થાય છે.

મહત્વનું છે કે કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા  ‘એન્યુઅલ ગ્રાઉન્ડ વોટર ક્વોલિટી રિપોર્ટ 2024’નો એક રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં ગુજરાતમાં રાજ્યમાં 632 સેમ્પલમાંથી 124 એટલે કે 20% ભૂગર્ભ જળમાં હાનિકારક દ્રવ્યો મળી આવ્યાં છે. હૃદય સંબંધિત બીમારીઓ નોતરી શકે તેવાં ભૂગર્ભ જળમાં ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટીનું પ્રમાણ 3000 us/cmથી વધુ હોય છે. આ ભૂગર્ભ જળમાં ક્ષારતા, વિવિધ કેમિકલનું પ્રમાણ વધી જાય છે. રાજ્યમાં 20% ભૂગર્ભ જળમાં ક્ષારતા,14% માં ફ્લોરાઇડ, 18%માં નાઇટ્રેટ, 10%માં ક્લોરાઇડ જેવાં હાનિકારક તત્ત્વો જોવા મળ્યાં છે. જે હાડકાંની બીમારી, બેભાન થવું, હૃદય માટે સૌથી સંવેદનશીલ ભૂગર્ભ જળમાં ટોપ-5 રાજ્યની વાત કરીએ તો રાજસ્થાન 49%, દિલ્હી 23%, ગુજરાત 20%, કર્ણાટક 14%, આંધ્રપ્રદેશ 10%નો સમાવેશ થાય છે.

ચાર કારણો જવાબદાર 
ભૂગર્ભ જળની ગુણવત્તા ખરાબ થવા પાછળ મુખ્ય ચાર કારણો ભાગ ભજવે છે. ખેતીમાં વધુ પડતાં ખાતર અને જંતુનાશકના ઉપયોગના કારણે પણ ભૂગર્ભ જળની સ્થિતિ કથળી છે. વધુ પડતાં ઔદ્યોગિકીકરણના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે. વધતા શહેરીકરણના કારણે કચરાનો યોગ્ય નિકાલ થતો નથી, ક્લાઇમેટ ચેન્જના કારણે પણ પેટર્નમાં બદલાવ આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news