Delhi Violence: બ્રહ્મપુરી-મૌજપુરમાં ફરી થયો પથ્થરમારો, અત્યાર સુધી 6 લોકોના મોત

ઉત્તર-પૂર્વી દિલ્હી (North East Delhi) જિલ્લામાં સ્થિતિ હજુપણ તણાવપૂર્ણ છે. મંગળવારે સવારે બ્રહ્મપુરી (Brahmapuri) માં બે જુથ વચ્ચે ફરીથી પથ્થરમારો થયો હોવાના સમાચાર છે. દિલ્હી પોલીસે કહ્યું કે સ્થિતિ ખૂબ તણાવપૂર્ણ છે. સતત હિંસાની ઘટનાઓના કોલ આવી રહ્યા છે. 

Delhi Violence: બ્રહ્મપુરી-મૌજપુરમાં ફરી થયો પથ્થરમારો, અત્યાર સુધી 6 લોકોના મોત

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વી દિલ્હી (North East Delhi) જિલ્લામાં સ્થિતિ હજુપણ તણાવપૂર્ણ છે. મંગળવારે સવારે બ્રહ્મપુરી (Brahmapuri) માં બે જુથ વચ્ચે ફરીથી પથ્થરમારો થયો હોવાના સમાચાર છે. દિલ્હી પોલીસે કહ્યું કે સ્થિતિ ખૂબ તણાવપૂર્ણ છે. સતત હિંસાની ઘટનાઓના કોલ આવી રહ્યા છે. દિલ્હી પોલીસ કમિશ્નર સીલમપુરમાં ડીસીપી ઓફિસમાં પોલીસ અધિકારીઓએ સાથે બેઠક કરવામાં આવી રહી છે. 

તો બીજી તરફ હિંસામાં અત્યાર સુધી 76 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર આ હિંસામાં અત્યાર સુધી પોલીસકર્મી સહિત 6 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. IPS ઓફિસર ACP ગોકુલપુરી અનુજ કુમાર પણ પથ્થરમારામાં ઘાયલ થયા છે. તેમને મેક્સ પટપડગંજમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ ડીસીપી શાહદરા અમિત શર્માની સર્જરી ચાલી રહી છે. 

— ANI (@ANI) February 25, 2020

દિલ્હી પોલીસ કમિશ્નરે દિલ્હીના તમામ જિલ્લાના ડીસીપીને સખત આદેશ આપ્યા છે કે પરિસ્થિતિ કાબૂમાં રાખે, પથ્થરમારો અને આગચંપી ન થાય. આ ઉપરાંત દિલ્હીની તમામ ફોર્સને એલર્ટ પર રાખવામાં આવી છે. તમામ ધાર્મીક સ્થળ પર સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે પોતાની ફોર્સને ઉપદ્વવીઓથી કડકાઇપૂર્વક સામનો કરવાના આદેશ આપ્યા છે. 

— ANI (@ANI) February 25, 2020

પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર આવી રહેલા વીડિયોથી બચવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પેશિયલ સેલ સાઇબર ટીમ નજર રાખી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news