ટ્રેનની રાહ જોઇ રહેલી સગીરા સાથે ગેંગરેપ, આખી રાત ઝાડીમાં બેભાન પડી રહી

ટ્રેનની રાહ જોઇને ઉભી રહેલી એક 17 વર્ષીય છોકરી સાથે ગેંગરેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છોકરીને ચામાં નશીલો પદાર્થ ઘોળીને વેન્ડરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. કેસ કોઠીભાર પોલીસ મથકના સિસવા રેલવે સ્ટેશનનો છે. 

Updated By: Feb 25, 2020, 09:26 AM IST
ટ્રેનની રાહ જોઇ રહેલી સગીરા સાથે ગેંગરેપ, આખી રાત ઝાડીમાં બેભાન પડી રહી
પ્રતિકાત્મક તસવીર

મહારાજગંજ: ટ્રેનની રાહ જોઇને ઉભી રહેલી એક 17 વર્ષીય છોકરી સાથે ગેંગરેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છોકરીને ચામાં નશીલો પદાર્થ ઘોળીને વેન્ડરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. કેસ કોઠીભાર પોલીસ મથકના સિસવા રેલવે સ્ટેશનનો છે. 

સગીર છોકરી પોતાના મોસાળ જવા માટે સિસવા રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઇ રહી હતી. આ દરમિયાન ત્રણ વેન્ડરોએ તેને ચામાં નશીલો પદાર્થ પીવડાવીને એક નિર્માણધીન મકાનમાં લઇ ગયા અને તેની સાથે આખી રાત ગેંગરેપ ગુજાર્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ છોકરીને ઝાડીઓમાં ફેંકી દીધી અને ફરાર થઇ ગયા. 

જ્યારે સગીરા યેનકેન પ્રકારે પોતાના ઘરે પહોંચી તો પોતાની આપવીતી સંભળાવી. છોકરીના પિતાની તાહિરના આધારે કોઠીભારમાં ત્રણ નામજોગ યુવકો વિરૂદ્ધ ગેંગરેપ, પાસ્કો એક્ટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં એએસપી આશુતોષ શુક્લાએ કહ્યું કે જલદી જ ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવશે. 

આશુતોષ શુક્લાએ કહ્યું કે આરોપી કિશોરીને ચામાં નશીલો પદાર્થ પીવડાવીને સુમસામ નિર્માધીણ મકાનમાં લઇ ગયા. ત્રણેય યુવકોએ વારાફરતી સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો. આરોપી યુવક આખી રાત સામુહિક બળાત્કાર ગુજાર્યા બાદ પીડિતાને ઝાડીઓને ફેંકીને ફરાર થઇ ગયા. કોઇપણ પ્રકારે કિશોરી પોતાના ઘરે પહોંચી અને પરિવારને આપવીતિ સંભળાવી. સગીરાના પિતાની તાહિરના આધારે કોઠીભાર પોલીસ મથકમાં યુવકો વિરૂદ્ધ સામુહિક બળાત્કાર પાસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તત્પરતા બતાવતાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube