અમિતાભ બચ્ચને રાત્રે 3 વાગે કર્યું એવું ટ્વિટ, ફેન્સને થવા લાગી ચિંતા

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) મોટાભાગે ટ્વિટ પર પોતાના વિશે જાણકારી આપતા રહે છે. મોટાભાગે તે પોતાના પરિવારના ફોટા અને ઇમોશનલ મેસેજ પણ શેર કરે છે. ખાસકરીને પિતા હરિવંશ રાય બચ્ચનની યાદમાં ઇમોશન થઇને તેમણે કવિતાઓ પણ શેર કરી છે.

Updated By: Feb 25, 2020, 09:00 AM IST
અમિતાભ બચ્ચને રાત્રે 3 વાગે કર્યું એવું ટ્વિટ, ફેન્સને થવા લાગી ચિંતા

નવી દિલ્હી: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) મોટાભાગે ટ્વિટ પર પોતાના વિશે જાણકારી આપતા રહે છે. મોટાભાગે તે પોતાના પરિવારના ફોટા અને ઇમોશનલ મેસેજ પણ શેર કરે છે. ખાસકરીને પિતા હરિવંશ રાય બચ્ચનની યાદમાં ઇમોશન થઇને તેમણે કવિતાઓ પણ શેર કરી છે. આમ તો અમિતાભ બચ્ચન પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે છે, પરંતુ રાત્રે 3 વાગે તેમણે એવું ટ્વિટ કર્યું, જેથી તેમના ફેન્સ તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવા લાગ્યા છે. 

અમિતાભ બચ્ચને ઇંસ્ટાગ્રામ અને ટ્વિટર પર એક ફોટો શેર કર્યો, જેમાં તેમને સ્ટાઇલિશ ચશ્મા પહેરેલા છે. આ ફોટા સાથે અમિતાભ બચ્ચને લખ્યું કે યાર આ ચશ્માની ફેશન કોણે બનાવી છે. પણ જે પણ બનાવી, સારી બનાવી. આંખો ચારેય તરફ જે ગરબડ એટલે કે ઉમરની ડિફેક્ટ થઇ ગઇ હોય તે સંતાઇ જાય છે. 

રાત્રે 3 વાગે શેર થયેલા આ ફોટા પર કેટલાક લોકોએ મજાક ઉડાવી તો કેટલાક લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરી. એક વ્યક્તિએ લખ્યું કે બિગ બી ઉંમર તો તમારા માટે એક નંબર છે. એક વ્યક્તિએ લખ્યું કે સર સુઇ જાવ. જ્યારે એક વ્યક્તિએ લખ્યું કે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

આ પહેલં પણ અમિતાભ બચ્ચને આંખો સાથે જોડાયેલા સમાચારે ફેન્સને ચિંતામાં મુકી દીધા હતા. બચ્ચન સાહેબે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમની આંખોમાં કાળા ડાઘા પડી ગયા છે. તેમણે જણાવ્યું કે ડોક્ટરે કહ્યું છે કે ઉંમર સાથે આંખોનો સફેદ ભાગ ઘસાઇ જાય છે. બચ્ચન સાહેબને આ શેર કરતાં માતાની યાદ આવી ગઇ હતી બાળપણમાં આંખમાં ઇજા પહોંચતાં માતા પાલવ વડે ફૂંક મારીને આંખો પર લગાવતી હતી અને તેનાથી જે આરામ મળતો હતો, તે આરામ હવે ક્યાં? આ ટ્વિટ બાદથી ફેન્સ અમિતાભના સ્વાસ્થ્યને લઇને ચિંતિત છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન જલદી જ તે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ સાથે જ તે આયુષ્યામન ખુરાના સાથે ફિલ્મ 'ગુલાબો સિતાબો'માં પણ જોવા મળશે. આ ઉપરાંત તે ચહેરા અને ઝુંડ જેવી ફિલ્મોમાં પણ અલગ-અલગ રોચક પાત્રોમાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube