દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે મારામારી, વાહનો સળગાવાયા

પાર્કિંગ મુદ્દે ચાલી રહેલી ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વકીલો દ્વારા સરકારી વાહનોને આગ લગાડવામાં આવી હતી. જેના જવાબમાં પોલીસે પણ હવામાં ગોળીબાર કરતાં વકીલો વિફર્યા હતા અને પોલીસ-વકીલો વચ્ચે છૂટા હાથની મારામારી થવા લાગી હતી.  

દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે મારામારી, વાહનો સળગાવાયા

નવી દિલ્હીઃ દિલ્હીમાં આવેલી તીસ હજારી કોર્ટમાં શનિવારે પોલીસ અને વકીલો વચ્ચેના સંઘર્ષ અચાનક જ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સંઘર્ષમાં વકીલો દ્વારા પોલીસના વાહનોને આગચંપી કરવામાં આવી હતી તો ટોળાને વિખેરવા માટે પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. 

— ANI (@ANI) November 2, 2019

પ્રાથમિક માહિતી અનુસાર પાર્કિંગના મુદ્દે વકીલો અને પોલીસ વચ્ચે ચાલી રહેલી ચર્ચાએ અચાનક જ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમાંથી એક ગંભીર રીતે ઘાયલ વકીલને સેન્ટ સ્ટીફન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

— ANI (@ANI) November 2, 2019

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news