નોટબંધીએ આપણી અર્થવ્યવસ્થાને પ્રભાવિક કરી, ગ્રોથ રેટ ઘટ્યો: રઘુરામ રાજન
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે નોટબંધીથી ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ ઘટ્યો છે. તેમણે કહ્યું કે આવા સમયે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા ગ્રોથ નોંધાઇ રહી છે
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે નોટબંધીથી ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ ઘટ્યો છે. તેમણે કહ્યું કે આવા સમયે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા ગ્રોથ નોંધાઇ રહી છે, ભારતની જીડીપીનો ગ્રોથ રેટ પર નોટબંધીના કારણે સૌથી વધારે અસર પડી છે. રાજને કહ્યું કે તેઓએ આવા અભ્યાસો જોયો છે જેનાથી જાણાવ મળ્યું કે નવેમ્બર 2016માં ઉંચા મૂલ્યના નોટને બંધ કરી ભારતની વૃદ્ધિ દર પર ઘણી અસર પડી છે.
તેમણે કહ્યું કે, ચોક્કસપણે મારો અભિપ્રાય છે કે નોટબંધીએ આપણી અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. હેવે મે એવો અભ્યાસ જોયો છે જેમાં તેની પુષ્ટિ થાય છે. આપણી વૃદ્ધિ દર ધીમી પડી ગઈ છે. રાજને સોમવારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, વૌશ્વિક અર્થવ્યવસ્થા 2017માં વધારે ઝડપથી વધી રહી હતી. આપણી અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે. તેમણે કહ્યું કે માત્ર નોટબંધી જ નહીં વસ્તુ તેમજ સેવા ટેક્સ (જીએસટી)ને લાગુ કરવાથી આપણી અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. નાણાકિય વર્ષ 2017-18માં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 6.7 ટકા રહ્યો છે. રાજને કહ્યું કે, નોટબંધી અને જીએસટીના પ્રભાવથી આપણી વૃદ્ધી દર પ્રભાવિત થઇ છે. કોઇ મને જીએસટી વિરોધી જાહેર કરે તે પહેલા હું કહેવા માગીશ કે લાંબા સમયગાળામાં સારો વિચાર છે. તે ટૂંકા ગાળામાં અસરગ્રસ્ત છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને રિઝર્વ બેન્કના ગવર્નર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન નોટબંધી માટે અરજી કરવા માટે કહેવામાં આવ્યું છે, પૂર્વ ગવર્નર કહ્યું કે તેમને ઉચ્ચા મુલ્યની કરેન્સીને પ્રતિબંધિત કરવાનો અભિપ્રાય પુછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તેમની વિચારસરણીમાં નોટબંધી ખરાબ વિચાર હતો.
8 નવેમ્બર, 2016 એ પીએમ મોદીએ લાગુ કરી નોટબંધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016 એ ટેલિવિઝન પર તેમના સંબોધનમાં 500 અને 1000ના નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી. તે સમયે સરકારે દાવો કર્યો હતો કે નોટબંધીથી કાળુંનાણું, નકલી નોટ અને આતંકવાદને નાણા ધિરાણ અટકાવી શકાશે. રાજન સપ્ટેમ્બર 2013થી સપ્ટેમ્બર 2016 સુધી રિઝર્વ બેંકના ગવર્નર રહ્યાં હતા.
જીએસટી પર વિસ્તારમાં તેમનો અભિપ્રાય જણાવતા રાજને કહ્યું કે તેને સુધારાત્મક કરી પ્રણાલી વધુ અસરકારક રીતે લાગુ કરવામાં આવી જોઇતી હતી. તેમને પુછવામાં આવ્યું કે જીએસટીમાં પાંચ અલગ સ્લેબની જગ્યાએ એક ટેક્સ હોવો જોઇએ, રાજને કહ્યું કે આ ચર્ચાનો વિષય છે, મારા મતે, જે એક વૈકલ્પિક વિચાર છે, તમે એક વખત જો કોઇ કામ કરો છો, તો તમને તેમાં ઉભી થતી સમસ્યાની જાણવા મળી જાય છે. ત્યાર બાદ તેને એક પછી એક હલ કરો છો. એટલા માટે આ (પ્રારંભિક સમસ્યા) થવાનું જ હતું.
ડિફોલ્ટર અને છેતરપિંડ કરનારમાં અંતર
બેંકોની સાથે છેતરપિંડ કરનારની યાદી વિશે રાજને કહ્યું કે, એક યાદી હતી જેમાં મોટા માટો કૌભાંડકારીના નામ હતા. પીએમ મોદીને સોંપવામાં આવેલી મોટા દેવા છેતરપિંડની યાદી વિશે રાજને કહ્યું કે, મને નથી ખબર કે આ મામલો હવે ક્યાં છે. એક વાતને લઇ હું ચિંતામાં છું કે જો એક છૂટ મળે છે તો બીજા પણ તે રસ્તા પર ચાલી શકે છે.
તેમણે કહ્યું કે ડિફોલ્ટર અને છેતરપિંડી કરનારમાં અંતર છે. જો તમે ડિપોલ્ટરોને જેલ મોકલવાનું શરૂ કરી દો છો તો કઇ પણ જોખમ ઉઠાવશે નહીં. આ વર્ષે સપ્ટેમ્બરમાં રાજને સંસદીય સમિતિને નોટમાં કહ્યું હતું કે બેંકિંગ છેતરપિંડીથી સંબંધિત ચર્ચિત મામલાની યાદી પીએમઓને સંકલન કરવામાં માટે સોંપવામાં આવી હતી. અંદાજ સમિતિના ચેરમેન મુરલી મનોહર જોશીને સોંપવામાં આવેલી યાદીમાં રાજને કહ્યું હતું કે સાર્વજનિક વિસ્તારોના બેંકિંગ પ્રણાલીમાં છેતરપિંડી વધી રહી છે. જો કે, આ કુલ એનપીએની સરખામણીએ ઘણી ઓછી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે