નોટબંધી

આજના દિવસે કરાયેલ નોટબંધીમાં 500 અને 1000ની જૂની નોટનું શું કરવામાં આવ્યું? જાણો RTIમાં ખુલાસો

આજથી 500 અને 1000 રૂપિયાની નોટ કાયદાકીય રીતે માન્ય ગણાશે નહીં. પીએમની આ જાહેરાત પછી નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ અને લોકોએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ (Old Notes) બેંકમાં જમા કરાવીને નવી નોટ લીધી હતી.

Nov 8, 2021, 05:30 PM IST

નોટબંધીના 4 વર્ષમાં શું બદલાયું, જુઓ 'કેશ'થી 'ડિજિટલ' ઇકોનોમી સુધીની સફર

પીએમ મોદીના આ મોટા અને કડક ફેંસલાથી દેશની લગભગ 86% કરન્સી એક ઝટકે સિસ્ટમમાંથી બહાર થઇ ગઇ. આ અચનાક લેવામાં આવેલા નિર્ણયની કોઇને ભનક પણ ન હતી.

Nov 8, 2020, 06:01 PM IST

નોટબંધીની ચોથી વર્ષગાંઠ પર બોલ્યા પીએમ- આ પગલાથી કાળા નાણા પર લાગી લગામ

પ્રધાનમંત્રીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યુ કે, નોટબંધીથી કાળા નાણા પર અંકુશ લાગ્યો અને ટેક્સ સંગ્રહના મોર્ચા પર વધુ સારૂ પાલન જોવા મળ્યું છે. તેનાથી પારદર્શિતામાં પણ વધારો થયો છે. પીએમ મોદીએ હેશટેગ DeMolishing Corruption નો પણ ઉપયોગ કર્યો.

Nov 8, 2020, 05:38 PM IST

રાહુલ ગાંધીનો આરોપ- 'નોટબંધીએ અર્થવ્યવસ્થાને બરબાદ કરી, સત્તાની નજીક રહેલા ઉદ્યોગપતિને થયો ફાયદો'

ગાંધી અને કોંગ્રેસ આરોપ લગાવતા રહ્યાં છે કે 2016મા કરવામાં આવેલી નોટબંધી લોકોના હિતમાં નહતી અને તેનાથી અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પડી છે. આ આરોપને સરકારે વારંવાર નકાર્યા છે. 
 

Nov 8, 2020, 04:12 PM IST

નોટબંધીના 4 વર્ષ બાદ જૂની નોટ લઇને પહોંચ્યા બેંક, જાણ પછી શું થયું

ઇરોડ જિલ્લામાં અગરબત્તી વેચનાર દ્રષ્ટિહીન પતિ-પત્ની તે સમયે સ્તબ્ધ રહી ગયા જ્યારે તેમને ખબર પડી કે તેમની મહેનત કરી 24 હજાર રૂપિયા બચાવ્યા કર્યા હતા, તે 1000 અને 500 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ છે. જેમણે લગભગ 4 વર્ષ પહેલા બંધ કરવામાં આવ્યા છે. બચતની રકમ બેંકમાં જમા કરાવા ગયા હતા.

Jul 12, 2020, 05:51 PM IST

નોટબંધી પહેલાં માલામાલ થયા હતા સોની, હવે ઇનકમ ટેક્સની છે નજર

ભારતમાં નોટબંધીના સમય સમયે સોનીઓએ જોરદાર જૂની નોટ લઇને સોનું વેચ્યું હતું. ઘણા કેટલાક સમયથી લોકો કાળુનાણુ પચાવી પાડવાને લઇને ચર્ચા કરી રહ્યા છે. પરંતુ હવે આ વાતને ઇનકમ ટેક્સ ગંભીરતાથી લઇ રહ્યું છે. આઇટીએ નોટબંધી દરમિયાન કાળાનાણા ઠેકાણે પાડવાને લઇને દેશભરમાં લગભગ 15 હજાર સોનીઓને નોટીસ મોકલી છે. 

Feb 28, 2020, 10:18 AM IST
Income tax department sent notice to 20 mega payees for demoetisation information PT3M18S

વડોદરામાં 20 અગ્રણી કરદાતાઓને આવકવેરા વિભાગે મોકલી નોટિસ

વડોદરામાં 20 અગ્રણી કરદાતાઓને આવકવેરા વિભાગે નોટિસ મોકલી છે. નોટબંધી સમયે જંગી રોકડ રકમ જમા કરાવવા બદલ નોટિસ પાઠવાઈ છે. જેમાં જવેલર્સ, બિલ્ડર, પેટ્રોલપંપના સંચાલકો, રેસ્ટોરન્ટના માલિકોને નોટિસ પાઠવી છે. એક ઝવેરીને રૂપિયા 35 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી છે, તો એક બિલ્ડરને 21 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારાઈ છે.

Jan 21, 2020, 10:15 AM IST

અમદાવાદ મેટ્રો કોર્ટ : ADC bank કેસમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાને મળ્યા જામીન

નોટબંધી વખતે  એડીસી બેન્ક (ADC bank) વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલા (Randeep surjewala) આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે સૂરજેવાલાને પૂછ્યું હતું કે, શું તમને ગુનો કબૂલ છે. તો સૂરજેવાલાએ ‘કબૂલ નથી’ તેવું કહ્યું હતું. જેના બાદ ગુજરાત કોંગ્રેસના નેતા મનીષ દોશી તેમના જામીનદાર બન્યા હતા. કોર્ટે સૂરજેવાલાના જામીન મંજૂર કર્યાં છે. મનીષ દોશી 15 હજારના બોન્ડ પર સૂરજેવાલાના જામીનદાર બન્યાં છે. આ કેસની વધુ સુનવણી 15 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. 

Dec 18, 2019, 11:51 AM IST

મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા, હેલ્મેટ વગરની બાઈક રેલી કાઢી

ગાંધી વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં એક યાત્રા દાંડીથી અમદાવાદ સાબરમતી આશ્રમ અને પોરબંદરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પહોંચશે. પોરબંદરથી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ યાત્રાની આગેવાની કરી છે. ચાર દિવસ બાદ ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચશે.

Sep 27, 2019, 03:27 PM IST

અમરેલી: સાત વર્ષમાં 500 હિરાના કારખાન થયા બંધ, કરોડોનું ટર્નઓવર ઘટ્યું

જિલ્લો ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર આધારિત જિલ્લો છે ત્યારે હાલમાં અમરેલી જિલ્લાનો હીરા ઉધોગ મંદીના ભરડામાં સપડાયો છે. એક સમયે હીરાઉદ્યોગમાં સૂરત પછી અમરેલીનું નામ આવતું હતું ત્યારે માત્ર સાત વર્ષના જ ટૂંકા ગાળામાં હીરાઉદ્યોગના 500 જેટલા કારખાનાઓ બંધ થઈ ગયા છે જિલ્લામાં 800 કરોડનું ટર્નઓવર હતું જે આજે ઘટીને 300 કરોડે પહોંચ્યું છે.અમરેલી જિલ્લાનો હીરો તૈયાર થયા બાદ 95 ટકા માલ વિદેશમાં સપ્લાય થાય છે. આમ છતાં હીરામાં મંદી આવતા કારખાનેદારો અને કારીગરો પણ મુંઝવણમાં મુકાયા છે.
 

Sep 10, 2019, 08:33 PM IST

રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં થયેલી બદનક્ષીની ફરિયાદ મામલે આજે સુનવણી

રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં થયેલી બદનક્ષીની ફરિયાદ મામલે આજે સુનવણી હાથ ધરવામાં આવશે. રાહુલ ગાંધીએ આરોપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી દરમિયાન પાંચ દિવસમાં અમદાવાદમાં ADC બેંકમાં 745 કરોડની નોટ બદલવામાં આવી હતી. આવુ નિવેદન આપવા મામલે એડીસી બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. 

Sep 7, 2019, 11:14 AM IST

મુંબઈથી સુરત આવતી બસમાં 1 કરોડની રદ્દ થયેલી ચલણી નોટ સાથે એકની ધરપકડ

સુરતના પુણા પોલીસે રૂપિયા 1 કરોડની રદ્દ થયેલી ચલણી નોટ સાથે એકને ઝડપી પાડયો હતો. ઝડપાયેલો શખ્સ મુંબઇથી લકઝરી મારફતે સુરત આવી રહ્યો હતો અને પોતાની પાસેની પૈસા ભરેલી બેગ મહેશ નામના શખ્સને આપવાનો જવાનો હોવાનુ જણાવ્યુ હતું.
 

Aug 6, 2019, 04:34 PM IST

ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન, અમિત ચાવડા જામીનદાર

સમર્થકોના ટોળા વચ્ચે રાહુલ ગાંધી અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં સમર્થકોના ટોળા કોર્ટની બહાર તેમના સમર્થનમાં આવ્યા છે. અમદાવાદમાં પહોંચ્ઠેયા બાદ ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. તેમની કાર પર પુષ્પવર્ષા કરાઈ હતી. હાલ કોર્ટના છઠ્ઠા માળે સુનવણી શરૂ થઈ ગઈ છે. જેમાં તેમને સવાલ-જવાબ પૂછવામાં આવ્યા હતા. રૂપિયા 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 

Jul 12, 2019, 01:01 PM IST

ADC બેંક કેસમાં આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર રહેશે

નોટબંધી વખતે  એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 07:48 AM IST

શું PM મોદીની જેમ કોઇ મોટો નિર્ણય લેશે ઇમરાન ખાન? PAK જનતાને આપ્યો આ સંદેશ

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખુબજ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. એક ડોલરની કિંમત 150 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઇ છે. મોઘવારી ટોચ પર છે. વડાપ્રધાન ઇમરાન ખાની સામે અર્થવ્યવસ્થાને પટા પર લાવવી સૌથી મોટો પડકાર છે.

May 31, 2019, 11:56 AM IST

Video: રાહુલ ગાંધીએ કહ્યું- નોટબંધી સમયે PM મોદીએ તેમની કેબિનેટને તાળામાં બંધ કરી

રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશની સોલનમાં કોંગ્રેસની ચૂંટણી રેલીનું સંબોધન કરતા કહ્યું કે, નોટબંધી સમયે પીએમ મોદીએ તેમની સંપૂર્ણ કેબિનેટને તાળામાં બંધ કરી દીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જેમને સમજે છે તેમની સાંભળતા નથી, માત્ર તેમની દુનિયામાં રહે છે.

May 17, 2019, 02:29 PM IST

ચોંકાવનારો કિસ્સો...સ્કૂટર પર જઈ રહેલા પાનવાળાની બેગ ખોલતા જ પોલીસના ઉડ્યા હોશ

નોટબંધીના અઢી વર્ષ બાદ પોલીસ સામે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

May 5, 2019, 03:38 PM IST

નોટબંધી બાદ પણ ગુજરાતમાં નકલી નોટો ઘુસાડવાનું કાવતરુ, બેંકોમાંજ થાય છે જમા

અમદાવાદ SOG ક્રાઇમે 17 જેટલી બેંકોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ હોવાના ખુલાસા સાથે ગુનો દાખલ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ ડુપ્લીકેટ નોટો અમદાવાદની વિવિધ બેંકોમાં જમા કરવામાં આવી છે. હાલ SOG ક્રાઇમે 2 કરોડ 34 લાખ 54 હજારથી વધુ રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સવાલએ છે કે, નોટબંધી બાદ આ બેંકોએ રદ્દ કરેલી કે બનાવટી ચલણી નોટો કેવી રીતે લીધી? 

Apr 27, 2019, 05:24 PM IST

ટૂંક સમયમાં જાહેર થશે 200-500 રૂપિયાની નવી નોટ, RBI એ જણાવ્યું શું હશે અલગ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) જલદી જ નવી 200 અને 500 રૂપિયાની નવી નોટ જાહેર કરવા જઇ રહી છે. રિઝર્વ બેંકે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. નવી નોટોને મહાત્મા ગાંધી (નવી)સીરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવશે. નવી નોટોમાં સામાન્ય ફેરફાર એ હશે કે આ નોટો પર આરબીઆરના નવા ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. આ પહેલાંની નોટો પર ઉર્જિત પટેલની સહી છે. કેંદ્વીય બેંકે એ પણ કર્યું છે કે નવી નોટો આવતાં સિસ્ટમમાં ચાલી રહેલી જૂની નોટ ખરાબ થશે નહી. પરંતુ મહાત્મા ગાંધી (નવી) સીરીઝવાળા હાલની બધી નોટો માન્ય રહેશે. 

Apr 24, 2019, 02:51 PM IST

ADC બેંક માનહાનિ કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને મોકલ્યું સમન્સ

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે. એડીસી બેંક માનહાનિ કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. માત્ર રાહુલ ગાંધી જ નહિ, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાની સામે પણ કોર્ટે સમન્સ મોકલ્યું છે.

Apr 8, 2019, 03:59 PM IST