કર્ણાટક : સરકાર ચલાવવા માટે બનશે સમન્વય સમિતી, ડેપ્યુટી સીએમના પદ મામલે નિર્ણય આજે

જેડીએસ નેતા કુંવર દાનિશ અલીએ પુષ્ટિ કરી છે કે સમન્વય સમિતીનું ગઠન કરવામાં આવશે

કર્ણાટક : સરકાર ચલાવવા માટે બનશે સમન્વય સમિતી, ડેપ્યુટી સીએમના પદ મામલે નિર્ણય આજે

નવી દિલ્હી : કર્ણાટકમાં બુધવારે જેડીએસ નેતા એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી પદની શપથ લેવાના છે. શપથ પૂર્વે તેઓ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા હતા. આ નેતાઓએ મળીને નિર્ણય લીધો છે કે રાજ્યમાં સરકાર ચલાવવા માટે સમન્વય સમિતી બનશે. કોંગ્રેસના ખાસ સુત્રોએ માહિતી આપી છે કે સરકાર ચલાવવા માટે સમન્વય સમિતી રચાશે તેમજ વિધાનસભા અધ્યક્ષ પણ કોંગ્રેસનો સભ્ય હશે. 

જેડીએસ નેતા કુંવર દાનિશ અલીએ પુષ્ટિ કરી છે કે સમન્વય સમિતીનું ગઠન કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે આ સમિતીમાં બંને પાર્ટીઓના પાંચથી છ નેતાઓ શામેલ થશે. જોકે ઉપમુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના ક્વોટાના મંત્રીઓના મુદ્દે હજી સુધી કોઈ નક્કર નિર્ણય નથી થયો. આ મામલાની ચર્ચા કરવા માટે મંગળવારે બેંગ્લુરુમાં બંને રાજકીય પક્ષના નેતાઓની મીટિંગ થશે. 

એચડી કુમારસ્વામી સાથેની મુલાકાત પછી રાહુલ ગાંધીએ આ મુલાકાત વિશે ટ્વીટ કર્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ બુધવારે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે. સોનિયા અને રાહુલ ગાંધીની મુલાકાત જેડીએસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે મંગવારે બેંગ્લુરુમાં જેડીએસ અને કોંગ્રેસના નેતાઓની મુલાકાત થાની છે જેમાં સરકારના ગઠન અને સત્તામાં ભાગીદારી જેવા અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા થશે. ચર્ચા પ્રમાણે કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના નેતાની પસંદગી કરવામાં આવશે. હાલમાં આ પદની રેસમાં જી. પરમેશ્વરનું નામ સૌથી આગળ છે. માહિતી પ્રમાણે કોંગ્રેસ પોતાના બે નેતાઓને ઉપ મુખ્યમંત્રી બનાવવા માગે છે પણ જેડીએસ આ માટે તૈયાર નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news