Video: PM નો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, અચાનક એક માતાએ શાહરૂખ ખાનનું નામ લીધુ....હસી પડ્યા પ્રધાનમંત્રી મોદી

ગઈ કાલે 3 જૂનના રોજ CBSE બોર્ડના 12માં ધોરણની પરીક્ષા રદ થવાના વિષય પર શિક્ષણ મંત્રાલયના અધિકારી વર્ચ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા કારણ કે શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત ખરાબ હોવાના કારણે હાલ તેઓ દિલ્હી એમ્સમાં સારવાર હેઠળ છે. આથી આ બેઠકમાં તેઓ હાજર નહતા. પરંતુ આ ચર્ચા જ્યારે ચાલુ હતી ત્યારે અચાનક જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આ વર્ચ્યુઅલ બેઠકમાં એન્ટ્રી થઈ ગઈ. 
Video: PM નો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, અચાનક એક માતાએ શાહરૂખ ખાનનું નામ લીધુ....હસી પડ્યા પ્રધાનમંત્રી મોદી

નવી દિલ્હી: ગઈ કાલે 3 જૂનના રોજ CBSE બોર્ડના 12માં ધોરણની પરીક્ષા રદ થવાના વિષય પર શિક્ષણ મંત્રાલયના અધિકારી વર્ચ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા કારણ કે શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત ખરાબ હોવાના કારણે હાલ તેઓ દિલ્હી એમ્સમાં સારવાર હેઠળ છે. આથી આ બેઠકમાં તેઓ હાજર નહતા. પરંતુ આ ચર્ચા જ્યારે ચાલુ હતી ત્યારે અચાનક જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આ વર્ચ્યુઅલ બેઠકમાં એન્ટ્રી થઈ ગઈ. 

આ બેઠકમાં પ્રધાનમંત્રીની એન્ટ્રી સરપ્રાઈઝ હતી જેણે આ સમગ્ર ચર્ચાને અભૂતપૂર્વ બનાવી દીધી. પ્રધાનમંત્રીને પોતાની વચ્ચે જોઈને વિદ્યાર્થીઓ સાથે તેમના માતા પિતા પણ ખુશ થઈ ગયા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ જેવો વિદ્યાર્થીઓ સાથે પોતાનો સંવાદ શરૂ કર્યો કે ત્યારે એક બાળકી અને તેની માતા એટલા ઉત્સાહિત થઈ ગયા કે તેમણે પ્રધાનમંત્રીને કહ્યું કે આટલું સારુ તો શાહરૂખ ખાનને મળીને પણ નથી લાગ્યું, જેટલું તમને મળીને લાગ્યું છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વાત સાંભળીને મરક મરક હસવા લાગ્યા. આ  તેમના માટે એક કોમ્પ્લિમેન્ટ હતું. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને અનેક સવાલ પણ પૂછ્યા. તેમણે પૂછ્યું કે પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓની ભવિષ્ય માટે શું યોજના છે?

તેમણે વિદ્યાર્થીઓને એમ પણ પૂછ્યું કે તેઓ હવે પોતાનો સમય કેવી રીતે વિતાવશે? શું તેઓ આઈપીએલ જોશે? કે ચેમ્પિયન લીગ જોશે કે પછી ઓલિમ્પિક્સની રાહ જોશે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે 10માં અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ અગાઉ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે છે. પરંતુ આ પ્રકારનો સંવાદ તેમણે અગાઉ ક્યારેય કર્યો ન હતો. 

જુઓ VIDEO

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news