લાદેનની માહિતી અમેરિકાને આપનાર ડોક્ટરને પાકિસ્તાને ગુમ કર્યો

ડોક્ટર શકીલ આફ્રીદીને પેશાવર જેલથી પંજાબમાં એખ સુરક્ષીત સ્થળ પર લઇ જવાયા હોવાનો પાકિસ્તાનનો દાવો

લાદેનની માહિતી અમેરિકાને આપનાર ડોક્ટરને પાકિસ્તાને ગુમ કર્યો

નવી દિલ્હી : આતંકવાદી ઓસામા બિન લાદેનની માહિતી અમેરિકાને આપનારા ડોક્ટર અંગે નવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર એબટાબાદમાં ઓસામાં બિન લાદેનની ભાળ મેળવવામાં મદદ કરનાર ડોક્ટરને જેલમાંથી અન્ય કોઇ સ્થળ પર શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. જીમીડિયાની સહયોગી અને આંતરરાષ્ટ્રીય ચેનલ WIONને મળેલી માહિતી અનુસાર ડોક્ટર શકીલ અફરીદીને પેશાવર જેલમાં એક સુરક્ષીત સ્થાન પર લઇ જવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ગુરૂવારે આફ્રીદીને ગુપ્ત અધિકારીઓ દ્વારા પંજાબમાં કોઇ સુરક્ષીત સ્થળ પર લઇ જવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત 8 વર્ષથી જેલમાં બંધ શકીલ આફ્રીદીને છોડવાનો મુદ્દો અમેરિકન સરકાર વારંવાર ઉઠાવતી રહી છે. 

શકીલ આફ્રિદીએ અમેરિકાને આપી હતી લાદેન અંગે માહિતી
અત્રે ઉલ્લેખનીય છે કે શકીલ આફ્રિદી એ વ્યક્તિ છે જેણે સાત વર્ષ પહેલા વૈક્સિનેશનલ આપવાનાં બહાને લાદેનનાં ગુપ્ત સ્થળની માહિતી અમેરિકાને આપી હતી. તેની માહિતીનાં આદારે જ અમેરિકાએ લાદેનને શોધ્યો હતો અને પાકિસ્તાનમાં ઘુસીને તેને ઠાર માર્યો હતો. અમેરિકા હંમેશાથી જ શકીલની મુક્તી માટેની માંગ કરી રહ્યું છે, જો કે પાકિસ્તાન તેનાં પર ખોટા આરોપો લગાવીને જેલમાં રાખી રહી છે. 

અમેરિકા કરી રહ્યો છે સજાનો વિરોધ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડોક્ટર શકીલ આફ્રિદીને પાકિસ્તાનમાં 33 વર્ષની સજા આપવામાં આવી છે. અમેરિકાએ તેનો પુરજોરમાં વિરોધ કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે શકીલને લાદેનની માહિતી આપવાની સજા આપવામાં આવી રહી છે. આ તમામ બદલાની ભાવના સાથે કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં શકીલને પહેલા પેશાવરમાં જેલમાં રાખવામાં આવ્યા હતા. હવે તેને કોઇ ગુપ્ત સ્થળ પર લઇ જવામાં આવ્યો છે. 

લાદેને કરી હતી અમેરિકા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકવાદી ઓસામા બિન લાદેનનું નામ અમેરિકા પર 9-11નાં હૂમલા બાદ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં આવ્યો હતો. મધ્યપુર્વમાં અમેરિકી સેનાની હાજરીથી નારાજ ઓસામાં બિન લાદેને 1998માં અમેરિકાની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news