ભારત-ચીન બોર્ડર પર હશે શાંતિ, હોટલાઇન દ્વારા જોડાશે બંન્ને દેશ !

વિશ્વનાં સૌથી વધારે વસ્તી ધરાવતા બંન્ને દેશ ભારત અને ચીન વચ્ચે નવા યુગની શરૂઆત થઇ છે

ભારત-ચીન બોર્ડર પર હશે શાંતિ, હોટલાઇન દ્વારા જોડાશે બંન્ને દેશ !

નવી દિલ્હી : વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવનારા દેશ ભારત અને ચીનની વચ્ચે નવા યુગની શરૂઆત થવા જઇ રહી છે. ભારત અને ચીન સીમા પર સ્થાયી શાંતી બહાલી કરવા માટે જલ્દી નક્કર પગલા ઉઠાવવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે ભારત -ચીન સીમાવર્તી વિસ્તારમાં શાંતિ અને સંયમ જાળવી રાખવા મુદ્દે સંમતી બની છે. બંન્ને નેતાઓ પોત પોતાની સેનાઓને સ્ટ્રેજિક ગાઇડન્સ ઇશ્યું કરવા અને શાંતિ જાળવી રાખવા માટે જરૂરી સ્ટ્રેટેજિક મેક્નિઝમ મજબુત કરવા માટે તૈયાર થયા છે. 

ભારત અને ચીનની વચ્ચે 3488 કિલોમીટર લાંબી વાસ્તવીક નિયંત્રણ રેખા (LAC) છે. બંન્ને દેશોને ટુંકમાં જ હોટલાઇન્સ દ્વારા પણ જોડવામાં આવી શકે છે. જો કે બંન્ને દેશો હોટલાઇન દ્વારા ક્યારે જોડાશે, તેનાં મુદ્દે હજી સુધી કોઇ વિસ્તારથી માહિતી નથી અપાઇ, જો કે વડાપ્રધાન મોદીએ ભારત પહોંચ્યા બાદ તમામ બાબતો સ્પષ્ટ કરવામાં આવશે. તે અગાઉ ભારતીય અને ચીની સૈદ્ધાંતિક સ્વરૂપે નવી દિલ્હી અને બીજિંગની હોટલાઇન દ્વારા કનેક્ટ કરવા અંગે સંમત થયા હતા, જો કે આખરી સમયે તેને અડંગો લગાવી દીધો. 

હોટલાઇનથી બંન્ને દેશોનાંસીનિયર સૈન્ય નેતૃત્વને આંતરિક સંપર્ક સ્થાપિત કરવા અને એક-બીજાને સમજવામાં ઘણ મદદ મળશે. LACની સાથે જ બંન્ને દેશોની વચ્ચે પાંચ બોર્ડર પર્સનલ મીટિંગ (BPM)પોઇન્ટ છે, જેનો ઉપયોગ સ્થાનીક કમાન્ડર ફ્લેગ માર્ચ કરવા, સ્થાનીક સમસ્યાઓ અને સીમા પર મતભેદનાં સમાધાન માટે કરે છે. બીપીએમ પોઇન્ટમાં તમામ સેક્ટર નોર્થમાં દેપ્સાંગ, પુર્વી લદ્દાખમાં સપંગુર ગેપ, સિક્કિમમાં નાથુલા, અરૂણાચલપ્રદેશમાં બૂમલા અને કિબિથુનો સમાવેશ થાય છે. 

ભારત અને ચીનની વચ્ચે મોટા ભાગનાં સીમા પર વિવાદ છે. તેનાં કારણે સીમા રેખા નિર્ધારિત નથી થઇ રહી. કેટલાક સીમાવર્તી વિસ્તારો પર બંન્ને દેશની સેનાઓ પોત પોતાનાં દાવાઓ માંડે છે. જેનાં કારણે ઘણીવાર સીમા પર ઘુસણખોરીની ઘટનાઓ પણ બને છે અને સૈન્યમાં તણાવ વધી જાય છે. ફેબ્રુઆરીમાં રાજ્ય સંરક્ષણ મંત્રી સુભાષ ભામરેએ સંસદને જણાવ્યું કે, વર્ષ 2007માં ચીની સેનાએ 426 વખત ઘૂસણખોરી કરી હતી. તે ઉપરાંત ગત્ત વર્ષે ડોકલામમાં ભારત અને ચીની સેના વચ્ચે ગતિરોધ જોવા મળ્યો હતો. આ સૈન્ય અવરોધ 72 દિવસો સુધી ચાલ્યો હતો. 

વિદેશ સચિવ ગોખલેએ જણાવ્યું કે, નેતા તમામ મતભેદોને શાંતિપુર્ણ પદ્ધતીથી દુર કરવા અંગે સંમત થયા છે. સીમા વિવાદને ઉકેલવા માટે બંન્ને દેશોના ખાસ પ્રતિનિધિત્વ મંત્રણા કરશે. બીજી તરફ વડાપ્રધાન મોદી બે દિવસની ચીની મુલાકાત બાદ શનિવારે સ્વદેશ પરત આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news