દેશમાં બનેલી એન્ટી ટેન્ક મિસાઇલનું હેલીકોપ્ટરથી સક્ષળ પરીક્ષણ, જુઓ Video

પરીક્ષણ દરમિયાન મિસાઇલે મિશનના તમામ લક્ષ્યોને સફળતાપૂર્વક હાસિલ કર્યાં હતા. આ દરમિયાન તમામ સિસ્ટમે સંતોષજનક રીતે કામ કર્યું અને મિશનને અંજામ આપ્યો હતો.

દેશમાં બનેલી એન્ટી ટેન્ક મિસાઇલનું હેલીકોપ્ટરથી સક્ષળ પરીક્ષણ, જુઓ Video

નવી દિલ્હીઃ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને વાયુસેનાએ દેશમાં જ ડિઝાઇન અને વિકસિત એન્ટી ટેન્ક મિસાઇલનું શનિવારે પોખરણમાં સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ વાયુ સેનાના હેલીકોપ્ટરથી કરવામાં આવ્યું છે. 

પરીક્ષણ દરમિયાન મિસાઇલે મિશનના તમામ લક્ષ્યોને સફળતાપૂર્વક હાસિલ કર્યાં હતા. આ દરમિયાન તમામ સિસ્ટમે સંતોષજનક રીતે કામ કર્યું અને મિશનને અંજામ આપ્યો હતો. આ મિસાઇલ અત્યાધુનિક સીકરથી લેસ છે જે સુરક્ષિત અંતરથી ચોક્કસ નિશાન લગાવવામાં સક્ષમ છે. આ મિસાઇલ 10 કિલોમીટર અંતર સુધીના લક્ષ્યને ભેદી શકે છે. 

— ANI (@ANI) December 11, 2021

આ મિસાઇલના સફળ પરીક્ષણથી વાયુસેનાની મારક ક્ષમતામાં વધારો થશે અને તેને રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડો જી સતીષ રેડ્ડીને મિસાઇલના સફળ પરીક્ષણ માટે શુભેચ્છા આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news