Anti-Covid Drug: એન્ટી કોરોના દવા '2-DG' દરેક દર્દી માટે નથી, DRDO એ બહાર પાડી માર્ગદર્શિકા
DRDO એ મંગળવારે કોવિડ-19ના દર્દીઓ પર પોતાની દવા ‘2-DG’ ના ઉપયોગ અંગે નિર્દેશ બહાર પાડ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: DRDO એ મંગળવારે કોવિડ-19ના દર્દીઓ પર પોતાની દવા ‘2-DG’ ના ઉપયોગ અંગે નિર્દેશ બહાર પાડ્યા છે. આ ઉપરાંત DRDO એ કેટલીક ગંભીર બીમારીઓ તથા ગંભીર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમથી પીડિત દર્દીઓને આ દવા આપતા પહેલા સતર્કતા વર્તવાનું પણ કહ્યું છે.
આ દર્દીઓ માટે મળી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી
ભારતના ડ્રગ કંટ્રોલર (DCGI) એ મેની શરૂઆતમાં કોરોના વાયરસના માઈલ્ડ અને સિરિયસ દર્દીઓ પર ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ કરવા માટે 2-Deoxy-D-glucose દવાને મંજૂરી આપી હતી. રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિક્સિત આ દવાની પહેલી ખેપ 17મી મેના રોજ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને લોન્ચ કરી હતી.
આ બીમારીઓમાં રાખે સાવધાની
ડીઆરડીઓએ મંગળવારે ટ્વિટર પર ડીસીજીઆઈની મંજૂરી મુજબ કોવિડ-10ના દર્દીઓ પર આ દવાના ઉપયોગ માટે નિર્દેશ બહાર પાડ્યા. તેમણે કહ્યું કે આદર્શ રીતે જોઈએ તો ડોક્ટર કોવિડ-19ના માઈલ્ડથી લઈને ગંભીર રીતે સંક્રમિત દર્દીઓને જેમ બને તેમ જલદી 2DG વધુમાં વધુ 10 દિવસ માટે આપે. સંગઠને કહ્યું કે Uncontrolled Diabetes, હ્રદયની ગંભીર સમસ્યા, 'સિવિયર રિસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ', કિડની અને લિવરની બીમારીથી પીડિત દર્દીઓ પર હજુ સુધી '2DG' નો સ્ટડી કરાયો નથી, આથી સાવધાની રાખવી જોઈએ.
ગર્ભવતી મહિલાઓ માટે પણ મનાઈ
ડીઆરડીઓના જણાવ્યાં મુજબ 2ડીજી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ તથા 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ ન આપવી જોઈએ. દર્દીઓ કે તેમની સેવાચાકરી કરનારાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની હોસ્પિટલોને દવાની આપૂર્તિ માટે ડો.રેડ્ડી લેબોરેટરીઝ (ડીઆરએલ)નો સંપર્ક કરવાની અપીલ કરે. આ દવાને ડીઆરડીઓએ ડીઆરએલના સહયોગથી વિક્સિત કરી છે. રક્ષા મંત્રાલયે 8મી મેના રોજ કહ્યું હતું કે ક્લિનિકલ ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે 2DG હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ઝડપથી સાજા કરવા અને ઓક્સિજન પર નિર્ભરતા ખતમ કરવામાં મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે