PAKની 'રૂપસુંદરી' એજન્ટ પર મોહી ગયા હતા DRDOના વૈજ્ઞાનિક, ATS ની ચાર્જશીટમાં દાવો
DRDO scientist attracted to Pak agent: DRDO ના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર હની ટ્રેપ મામલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવાઈ છે. વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકુર વિશે અનેક પાનાની ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે કે તેઓ ઝારા દાસગુપ્તા નામનો ઉપયોગ કરનારી પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્ટ તરફ આકર્ષિત થયા હતા અને તેમને ગુપ્ત રક્ષા પ્રોજેક્ટ્સ ઉપરાંત ભારતીય મિસાઈલ સિસ્ટમ્સ વિશે પણ તેની સાથે વાતચીત કરી હતી.
Trending Photos
DRDO scientist attracted to Pak agent: DRDO ના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર હની ટ્રેપ મામલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવાઈ છે. વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકુર વિશે અનેક પાનાની ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે કે તેઓ ઝારા દાસગુપ્તા નામનો ઉપયોગ કરનારી પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્ટ તરફ આકર્ષિત થયા હતા અને તેમને ગુપ્ત રક્ષા પ્રોજેક્ટ્સ ઉપરાંત ભારતીય મિસાઈલ સિસ્ટમ્સ વિશે પણ તેની સાથે વાતચીત કરી હતી. આ આરોપ કુરુલકર વિરુદ્ધ ઘડાયેલી ચાર્જશીટમાં છે. મહારાષ્ટ્ર પોલીસ એટીએસે ગત સપ્તાહે અહીંની એક કોર્ટમાં કુરુલકર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. તેઓ પુણેમાં DRDO ની એક પ્રયોગશાળાના ડાયરેક્ટર હતા.
હની ટ્રેપમાં ફસાયા વૈજ્ઞાનિક
તેમની 3 મેના રોજ શાસકીય ગોપનીયતા અધિનિયમ હેઠળ ધરપકડ કરાઈ હતી અને હાલ તેો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ચાર્જશીટ મુજબ કુરુલકર અને 'ઝારા દાસગુપ્તા' વોટ્સએપ દવારા સંપર્કમાં રહેવાની સાથે સાથે વોઈસ અને વીડિયોકોલ દ્વારા પણ વાત કરતા હતા.
એટીએસએ આરોપપત્રમાં લખ્યું છે કે 'દાસગુપ્તા'એ દાવો કર્યો હતો કે તે બ્રિટનમાં રહે છે અને સોફ્ટવેર એન્જિનિયર છે તથા તેણે કુરુલકરને અશ્લીલ સંદેશ અને વીડિયો મોકલીને તેમની સાથે મિત્રતા કરી. તપાસ દરમિયાન તેનું આઈપી એડ્રસ પાકિસ્તાનનું મળી આવ્યું. ચાર્જશીટ મુજબ પાકિસ્તાની એજન્ટે બ્રહ્મોસ લોન્ચર, ડ્રોન, યુસીવી, અગ્નિ મિસાઈલ લોન્ચર, અને મિલેટ્રી બ્રિઝિંગ સિસ્ટમ સહિત અન્ય અંગે ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવવાની કોશિશ કરી.
તેમાં કહેવાયું છે કે 'કુરુલકર તેના પ્રત્યે આકર્ષિત થઈ ગયા હતા અને તેમણે ડીઆરડીઓની ગુપ્ત અને સંવેદનશીલ જાણકારીને પોતાના અંગત ફોનમાં લીધી અને પછી કથિત રીતે ઝારા સાથે શેર કરી.'
6 મહિનામાં શું શું થયું?
એટીએસના જણાવ્યાં મુજબ બંને જૂન 2022થી ડિસેમ્બર 2022 સુધી સંપર્કમાં હતા. કુરુલકરની ગતિવિધિઓ સંદિગ્ધ જણાતા ડીઆરડીઓ દ્વારા આંતરિક તપાસ શરૂ કરે બરાબર તે પહેલા, તેમણે ફેબ્રુઆરી 2023માં ઝારાનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ તેમને એક અજાણ્યા ભારતીય નંબરથી વોટ્સએપ પર સંદેશો મળ્યો કે 'તમે મારો નંબર બ્લોક કેમ કર્યો'. ચાર્જશીટ મુજબ વાતચીતના રેકોર્ડથી જાણવા મળે છે કે કુરુલકરે પાકિસ્તાની એજન્ટ સાથે પોતાના ખાનગી અને અધિકૃત કાર્યક્રમો અને સ્થળો શેર કર્યા. વાસ્તવમાં તેમને ખબર હતી કે આવું કોઈની સાથે કરવાનું હોતું નથી.
(ઈનપુટ-ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે