પુડ્ડુચેરીના મંત્રીએ 'આ' મહત્વના મુદ્દે ઠાલવી વ્યથા, કહ્યું- 'જ્યારે પણ દિલ્હી જાઉ છું ત્યારે...'

વધુ ભાષાઓ શિખવા પર ભાર મુકતા પુડ્ડુચેરીના મંત્રી એમ કંડાસામીએ કહ્યું કે હિંદીમાં વાત ન કરી શકવાના કારણે તેઓ જ્યારે પણ દેશની રાજધાની દિલ્હી જાય છે ત્યારે ખુબ અસુવિધાઓનો સામનો તેમણે કરવો પડે છે. 

પુડ્ડુચેરીના મંત્રીએ 'આ' મહત્વના મુદ્દે ઠાલવી વ્યથા, કહ્યું- 'જ્યારે પણ દિલ્હી જાઉ છું ત્યારે...'

પુડ્ડુચેરી: વધુ ભાષાઓ શિખવા પર ભાર મુકતા પુડ્ડુચેરીના મંત્રી એમ કંડાસામીએ કહ્યું કે હિંદીમાં વાત ન કરી શકવાના કારણે તેઓ જ્યારે પણ દેશની રાજધાની દિલ્હી જાય છે ત્યારે ખુબ અસુવિધાઓનો સામનો તેમણે કરવો પડે છે. 

હિંદીનું જ્ઞાન હોવું જરૂરી-કંડાસામી
વિધાનસભામાં પોતાના વિભાગો માટે ગ્રાન્ટની માગણીઓ પર ચર્ચા દરમિયાન મંત્રીએ ખુલીને કહ્યું કે દરેક વ્યક્તિને તમામ ભાષાઓ, ખાસ કરીને હિંદીનું જ્ઞાન હોવું જોઈએ. તેમણે કહ્યું કે હિંદી નહીં બોલી શકવાના કારણે અને આ ભાષાની જાણકારી ઓછી હોવાના કારણે જ્યારે પણ હું મિટિંગો માટે દિલ્હી જાઉ છું ત્યારે મને મુશ્કેલીઓ થાય છે. 

વિદ્યાર્થીઓને હિંદીની જાણકારી હોવાની આશા-ગીતા આનંદન
આ અગાઉ વિદ્યાર્થીઓ સમક્ષ આવનારી મુશ્કેલીઓ અંગે દ્રમુક ધારાસભ્ય ગીતા આનંદને કહ્યું કે કરાઈકલના વિદ્યાર્થીઓને ઔદ્યોગિત તાલીમ સંસ્થાનોમાં પ્રવેશ માટે ઓનલાઈન પરીક્ષા આપવા માટે પુડ્ડુચેરી જવું પડે છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ પાસે હિંદીની જાણકારી હોવાની આશા કરવામાં આવી હતી. 

એક વ્યક્તિને બધી ભાષાઓનું જ્ઞાન હોવું જોઈએ-કંડાસામી
આ દમરિયાન કંડાસામીએ કહ્યું કે એક વ્યક્તિને લગભગ તમામ ભાષાઓનું જ્ઞાન હોવું જોઈએ અને ખાસ કરીને હિંદીનું... મારા પોતાના કેસમાં જ હું જ્યારે દિલ્હી જાઉ છું, અને મારી પાર્ટીના નેતા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરું છું તો તે દરમિયાન મારે વાતચીતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news