ભારતના પ્રવાસે આવશે અમેરિકી વિદેશ મંત્રી, પાક, અફઘાનિસ્તાન સહિત આ મુદ્દે થશે ચર્ચા

અમેરિકી વિદેશ મંત્રીના ભારત પ્રવાસ પહેલા સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાનને પોતાના દ્વિપક્ષીય મુદ્દાને હલ કરવા માટે એક-બીજા સાથે કામ કરવાની જરૂર છે.   

Updated By: Jul 25, 2021, 06:04 PM IST
ભારતના પ્રવાસે આવશે અમેરિકી વિદેશ મંત્રી, પાક, અફઘાનિસ્તાન સહિત આ મુદ્દે થશે ચર્ચા

નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન 27 જુલાઈએ ભારત આવી રહ્યા છે. આ દરમિયાન તેમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત થશે. તેમની આ યાત્રા અનેક રીતે મહત્વની છે. અમેરિકાના વિદેશ યાત્રા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદને નાણાકીય પોષણ અને સુરક્ષિત આસરો આપનાર માટે પાકિસ્તાન પર સતત દબાવ બનાવવાની જરૂરીયાત પર પણ બંને દેશો વચ્ચે વાતચીત થશે. 

સૂત્રોએ કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વાપસીના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. ભારત સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરતા આંતરરાષ્ટ્રીય યાત્રાને તબક્કાવાર બહાલ કરવાની માંગ કરશે. 

સૂત્રોએ તે પણ જણાવ્યું કે રક્ષા ક્ષેત્રમાં બંને પક્ષ સહયોગને વધુ મજબૂત કરવા વિશે ચર્ચા કરશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની ભારત યાત્રા દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાનો અવસર આપશે. ક્વાડ સગયોગમાં મજબૂતી પર ચર્ચા, વાતચીતનો એક મુખ્ય વિષય રહેશે. 

આ પણ વાંચોઃ Himachal માં મોટી દુર્ઘટના, કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનથી 9 ટૂરિસ્ટોના મોત  

બ્લિંકનની ભારત યાત્રા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષ હિંદ-પ્રશાંત સંબંધિત કોવિડ સહયોગ અને સુરક્ષાના પરિદ્રશ્ય પર કેન્દ્રીય આકલન એકબીજાને આપશે. 

અમેરિકી વિદેશ મંત્રીના ભારત પ્રવાસ પહેલા સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાનને પોતાના દ્વિપક્ષીય મુદ્દાને હલ કરવા માટે એક-બીજા સાથે કામ કરવાની જરૂર છે. અમેરિકાએ તે પણ કહ્યું કે, તેણે બંને પાડોશીઓને હંમેશા આગળ વધારવા માટે અને વધુ સ્થિર સંબંધ બનાવવા માટે હંમેશા પ્રોસ્તાહિત કર્યા છે. થોમ્પસને એક સવાલના જવાબમાં કહ્યું કે, અમને તે જોઈને ખુશી થઈ રહી છે કે આ વર્ષની શરૂઆતમાં બંને દેશો વચ્ચે જે યુદ્ધવિરામ લાગૂ થયો છે, તે યથાવત છે અને અમે ચોક્કસપણે તેને હંમેશા એક વધુ સ્થિર સંબંધ બનાવવાની રીત શોધવાના પોતાના પ્રયાસોને જારી રાખવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube