Eid-ul-Fitr: ઈદનો ચાંદ દેખાયો, પીએમ મોદી અને રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આપી શુભેચ્છા
Eid Al Fitr 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યુ કે ઈદ-ઉલ-ફિતરની હાર્દિક શુભકામનાઓ. હું બધા દેશવાસીઓની સારા સ્વાસ્થ્ય અને સંપન્નતાની પ્રાર્થના કરૂ છું.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશભરમાં આજે ચાંદ દેખાયા બાદ મુસ્લિમ સમુદાયના લોકો ઈદનો તહેવાર મનાવી રહ્યાં છે. આજે રમઝાનના પવિત્ર મહિનાનો છેલ્લો દિવસ છે. દેશના રાજકીય નેતા આ દિવસે દેશવાસીઓને ઈદની શુભેચ્છા આપી રહ્યાં છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ ટ્વીટ કરી શુભેચ્છા આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યુ કે ઈદ-ઉલ-ફિતરની હાર્દિક શુભેચ્છાઓ. આ શુભ અવસર આપણા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે. હું બધા દેશવાસીઓને સારા સ્વાસ્થ્ય અને સંપન્નતાની પ્રાર્થના કરુ છું. તો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે, ઈદ મુબારક! આ પાવન પર્વ પ્રેમની ભાવનાનો સંચાર કરે, અને આપણે બધાને ભાઈચારા અને સદ્ભાવના બંધમાં બાંધે.
Best wishes on Eid-ul-Fitr. May this auspicious occasion enhance the spirit of togetherness and brotherhood in our society. May everyone be blessed with good health and prosperity.
— Narendra Modi (@narendramodi) May 2, 2022
Eid Mubarak! May this auspicious festival usher in the spirit of love, and unite us all in the bond of brotherhood and harmony. pic.twitter.com/MEJ8GDKSm3
— Rahul Gandhi (@RahulGandhi) May 2, 2022
વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે ટ્વીટ કરી કહ્યુ કે, દેશવાસીઓને ઈદની શુભેચ્છા. હું પ્રાર્થના કરુ છું કે આ તહેવાર દેશવાસીઓમાં કરૂણા અને માનવતાની ભાવનાને આગળ વધારશે. તો ફતેહપુરી મસ્જિદના શાહી ઇમામ મૌલાના મુફ્તી મુકર્રમ અહમદે જણાવ્યુ કે ઈદનો તહેવાર મંગળવાર ત્રણ મેએ મનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, સોમવારે 30મું રોજુ હતુ અને શવ્વાલ (ઇસ્લામી લેકેન્ડરનો 10મો મહિનો) ની પ્રથમ તારીખ મંગળવારે હશે. શવ્વાલના મહિનાના પ્રથમ દિવસે ઈદ હોય છે.
આ પણ વાંચોઃ Delhi airport: દુનિયાનું બીજુ સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું દિલ્હી હવાઈ મથક, દુબઈને પાછળ છોડ્યું
આ સાથે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે દેશવાસીઓને ઈદની શુભેચ્છા આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે