હવે ફક્ત અઢી કલાકમાં પહોંચશો દિલ્હીથી દેહરાદૂન, બનશે એલિવેટેડ એક્સપ્રેસ-વે
દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi)થી ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન હવે માત્ર અઢી કલાકની રહી જશે. ભારત સરકારે સહારનપુર અને બાગપતથી થઇને દિલ્હી અને દહેરાદૂન વચ્ચે એલિવેટિડ એક્સપ્રેસ-વે બનાવવા માટે મંજૂરી આપી દીધી છે.
Trending Photos
દેહરાદૂન: દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi)થી ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન હવે માત્ર અઢી કલાકની રહી જશે. ભારત સરકારે સહારનપુર અને બાગપતથી થઇને દિલ્હી અને દહેરાદૂન વચ્ચે એલિવેટિડ એક્સપ્રેસ-વે બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટી (NHAI)ના ચેરમેન એસએસ સંધૂએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત સાથે મુલાકાત કરી જાણકારી આપી.
દિલ્હીથી દેહરાદૂનનું અંતર 180 કિમી રહી જશે
દેહરાદૂન-દિલ્હી એલિવેટેડ એક્સપ્રેસ-વે પર ખુશી વ્યક્ત કરતાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે કહ્યું કે આ રાષ્ટ્રીય રાજમાર્ગ બની જતાં ઉત્તરાખંડના પર્યટનને પ્રોત્સાહન મળશે અને રાજ્યના આર્થિક વિકાસમાં આ એક્સપ્રેસ-વે મીલનો પથ્થર સાબિત થશે. અત્યારે દિલ્હીથી દેહરાદૂનનું અંતર 268 કિમી છે અને રોડમાર્ગે જવામાં 6 થી 7 કલાક લાગે છે. દેહરાદૂન-દિલ્હી એલિવેટેડ એક્સપ્રેસ-વે બન્યા બાદ દિલ્હીથી દેહરાદૂન વચ્ચે અંતર 180 કિલોમીટર રહી જશે. આ રાષ્ટ્રીય રાજમાર્ગ હેઠળ એલિવેટેડ રોડ અને મોહંડ પાસે એક નવી સુરંગ પ્રસ્તાવિત છે.
ઉત્તર પ્રદેશ સરકારને આપવાની પર્યાવરણ સાથે જોડાયેલી મંજૂરી
NHAI ચેરમેને મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે દેહરાદૂન-દિલ્હી એલિવેટેડ એક્સપ્રેસ-વેનો કેટલોક ભાગ ઉત્તર પ્રદેશના વન્યજીવ ક્ષેત્રથી થઇને પસાર થાય છે. NHAI એ ઉત્તર પ્રદેશ સરકાર પાસે આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે. યૂપી સરકાર દ્વારા પર્યાવરણ સાથે જોડાયેલી મંજૂરી મળતાં જ આ રાષ્ટ્રીય રાજમાર્ગના નિર્માણનો રસ્તો સાફ થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે