બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને મળ્યા ગાંગુલી, રાજનીતિમાં આવવાની અટકળો તેજ

સૌરવ ગાંગુલી  (Sourav Ganguly) અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (West Bengal Governor Jagdeep Dhankhar)ની મુલાકાત પર રાજભવનના સૂત્રોએ જણાવ્યું કે, આ 'સૌજન્ય મુલાકાત' હતી.  

Updated By: Dec 27, 2020, 07:26 PM IST
બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને મળ્યા ગાંગુલી, રાજનીતિમાં આવવાની અટકળો તેજ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આ દિવસોમાં ખુબ હલચલ થઈ રહી છે. મમતા બેનર્જી (Mamata Banerjee) અને ભાજપ (BJP)ના તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ રવિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ  (West Bengal Governor Jagdeep Dhankhar) સાથે મુલાકાત કરી છે. ગાંગુલી અને ધનખડની મુલાકાત બાદ ભવિષ્યને લઈને અટકળો લગાવવાની શરૂ થઈ ગઈ છે. 

એક કલાક ચાલી મુલાકાત
સૌરવ ગાંગુલી  (Sourav Ganguly) અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (West Bengal Governor Jagdeep Dhankhar)ની મુલાકાત પર રાજભવનના સૂત્રોએ જણાવ્યું કે, આ 'સૌજન્ય મુલાકાત' હતી અને તેને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. ગાંગુલી રવિવારે સાંજે આશરે 4 કલાક 40 મિનિટ પર રાજભવન પહોંચ્યા અને તેમણે મુલાકાતના કારણોને લઈને કોઈ સવાલનો જવાબ આપ્યો નથી. ગાંગુલી અને ધનખડ વચ્ચે આ મુલાકાત આશરે એક કલાક ચાલી હતી. 

ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી  (West Bengal Assebly Election 2021)ને ધ્યાનમાં રાખી ગાંગુલીની ભાજપમાં સામેલ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન અમિત શાહે જાહેરાત કરી હતી કે પશ્ચિમ બંગાળમાં ભાજપ બંગાળની માટીના જ મુખ્યમંત્રી આપશે. રાજ્યપાલ ધનખડ સતત મમતા સરકાર પર ગંભીર સવાલ ઉઠાવી રહ્યાં છે. તેવામાં ગાંગુલી અને રાજ્યપાલની મુલાકાતના રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube