ડો. સુભાષ ચંદ્રાએ વિદ્યાર્થીઓને આપ્યો સફળતાનો મંત્ર, કહ્યું- ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો છોડી વર્તમાનમાં જીવો
ડો. સુભાષ ચંદ્રાએ કહ્યુ કે, ભૂતકાળમાં પસ્તાવો થાય છે અને ભવિષ્યના વિચાર ચિંતાઓ આપે છે. તેથી વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરો કારણ કે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો અડધા દુખ દૂર કરી દે છે.
Trending Photos
નવી દિલ્હીઃ એસ્સેલ ગ્રુપના ચેરમેન અને રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ વિદ્યાર્થીઓને વર્તમાનમાં જીવવાની સલાહ આપી છે. ડો. ચંદ્રા શનિવારે મુંબઈની માઉન્ટ લિટેરા સ્કૂલ ઇન્ટરનેશનલની ક્લાસ 2022ની ગ્રેજ્યુએશન સેરેમની- ડેયર ટૂ ડ્રીમનો ભાગ બનવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યુ અને સાથે તે પરિવારજનોનો આભાર માન્યો, જેણે દેશની આ શાનદાર સ્કૂલ પર વિશ્વાસ વ્યક્ત કરતા બાળકોની સ્નાતક સ્તરના શિક્ષણ માટે પસંદ કરી હતી.
રાજ્યસભા સાંસદ ડો. ચંદ્રાએ અહીં ડેયર ટૂ ડ્રીમ કાર્યક્રમને સંબોધિત કરતા વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર પણ આપ્યો હતો. ડો. ચંદ્રાએ કહ્યુ- ભૂતકાળમાં પસ્તાવો થાય છે અને ભવિષ્યના વિચાર ચિંતાઓ આપે છે. તેથી વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરો. તેમણે કહ્યું કે વર્તમાનમાં જીવો અને વાસ્તવિકતાનો સ્વીકાર કરો કારણ કે તે અડધા દુખોને દૂર કરી દે છે.
પોતાનો અનુભવ જણાવતા ડો. સુભાષ ચંદ્રાએ જણાવ્યુ કે, 21 મે 1926નો દિવસ હતો, જ્યારે તેમના પરદાદા (દાદાના પિતા જી) એ આ ગ્રુપની સ્થાપના કરી હતી. ત્યારબાદ પરિવારે અનેક ઉતાર-ચઢાવ જોવા છે. ડો. ચંદ્રાએ કહ્યુ કે, આ કષ્ટોએ તે શીખ આપી છે કે દુખ દરેક જગ્યાએ છે, બધાએ તેમાંથી પસાર થવુ પડે છે, ભલે તે મોટા હોય કે નાના.
ઉલ્લેખનીય છે કે મુંબઈની માઉન્ટ લિટેરા સ્કૂલ ઇન્ટરનેશનલમાં ગ્રેજ્યુએશન કરનાર આ બીજી બેચ ચે. પરંતુ સેલિબ્રેશન પ્રથમવાર થઈ રહ્યું છે, કારણ કે પાછલા વર્ષે કોવિડ-19 મહામારીને કારણે કાર્યક્રમનું આયોજન થઈ શક્યું નહોતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે