PM મોદીનું લખેલું પુસ્તક એક્ઝામ વોરિયર્સ પુસ્તક 13 ભાષાઓમાં ઉપલબ્ધ, વિદ્યાર્થીઓ- વાલીઓ બંને માટે છે ખાસ

તેનું લેટેસ્ટ સંસ્કરણ હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સંબંધમાં એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. 

PM મોદીનું લખેલું પુસ્તક એક્ઝામ વોરિયર્સ પુસ્તક 13 ભાષાઓમાં ઉપલબ્ધ, વિદ્યાર્થીઓ- વાલીઓ બંને માટે છે ખાસ

નવી દિલ્લી: પીએમ મોદી દ્વારા લિખિત પુસ્તક એક્ઝામ વોરિયર્સ હવે 13 ભાષાઓમાં  ઉપલબ્ધ છે. હિંદી, ઈંગ્લીશ સિવાય તે પુસ્તક તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઉડિયા, અસમિયા, ગુજરાતી, મરાઠી, પંજાબી, ઉર્દુ અને બંગાળીમાં પણ ઉપલબ્ધ છે. તેનું લેટેસ્ટ સંસ્કરણ હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સંબંધમાં એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. 

માતા-પિતા, શિક્ષકો માટે પણ પુસ્તક ઉપયોગી:
એક્ઝામ વોરિયર્સમાં પરીક્ષાઓમાં થનારા તણાવથી દૂર રહેવાની ટિપ્સ આપવામાં આવી છે. તેની સાથે જ પુસ્તકમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સ્ટ્રેસ મેનેજ કરવાના ઉપાય પણ બતાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિની સિવાય આ પુસ્તક શિક્ષકો અને વાલીઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તે પણ આ પુસ્તકથી ઘણું બધું શીખી શકે છે. પુસ્તકમાં ધોરણ 10,12ના વિદ્યાર્થીઓને ટિપ્સ આપવા સિવાય પીએમ મોદીએ માતા-પિતા અને શિક્ષકો માટે બોર્ડની પરીક્ષા દરમિયાન કઈ વાતોનું ધ્યાન રાખે તે સંબંધિત પત્ર પણ લખવામાં આવ્યો છે. પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાના તણાવ અને ચિંતાથી મુક્તિ અપાવવાનો છે. આ દ્રષ્ટિએ તેમના માટે આ બુક ઘણી ઉપયોગી છે. એક્ઝામ વોરિયર્સ બુકનું પહેલું સંસ્કરણ 3 ફેબ્રુઆરી 2018ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

Hindi, English, Tamil, Telugu, Malayalam, Kannada, Odia, Assamese, Gujarati, Marathi, Punjabi, Urdu & Bengali. pic.twitter.com/VafWDl67xW

— Exam Warriors (@examwarriors) January 19, 2023

27 જાન્યુઆરીએ પરીક્ષા પે ચર્ચાનું આયોજન:
PM મોદી આ બુક સિવાય આ મહિનાના અંતમાં બોર્ડ પરીક્ષાથી થનારા તણાવમાંથી દૂર રહેવા માટે પરીક્ષા પે ચર્ચા 2023 પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં પ્રધાનમંત્રી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે સીધો સંવાદ કરશે. અને તેમને પરીક્ષાના પ્રેશરની જેમ ન લેવાની સલાહ આપશે. આ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ ભાગ લે છે. પ્રોગ્રામમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સામેલ થશે. વધારે જાણકારી માટે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ પર જઈને વિઝિટ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news