Exclusive: દાઉદ ગેંગે સફળ મહિલાઓને પણ ટાર્ગેટ કરી
દાઉદે મહિલાઓ પાસેથી ખંડણી નહી ઉઘરાવવાનાં નિયમને નેવે મુકીને લેડી ગેંગ બનાવીને મહિલાઓને ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યું
- અંડરવર્લ્ડનાં કેટલાક પાયાનાં નિયમોને દાઉદે તોડ્યા
- મહિલાઓ પાસેથી પણ ખંડણી ઉઘરાવવાનું ચાલુ કર્યું
- મહિલા ઉદ્યોગપતિ દ્વારા દાઉદ ગેંગ વિરુદ્ધ ફરિયાદ
Trending Photos
મુંબઇ : અંડરવર્લ્ડ ભલે ગુંડાઓની દુનિયા કહેવાતી હોય અને આનુ સમગ્ર તંત્ર બિનકાયદેસર રીતે ચાલતું હોય પરંતુ આ બિનકાયદેસર કામ પણ કેટલાક યાદાઓ અને નિયમો સાથે થતા હોય છે. જેમ કે ધંધામાં કોઇ બેઇમાની નથી કરતું. દુશ્મનનાં પરિવારને કોઇ પણ સ્થિતીમાં કોઇ પરેશાન નથી કરતું. મહિલા અને બાળકોને ક્યારે પણ ધમકાવાતા નથી. અર્થ સ્પષ્ટ છે કે હિસાબ - કિતાબ માત્ર જે તે વ્યક્તિ સાથે જ હોય છે. તેનાં પરિવારને તેની સાથે કોઇ જ લેવાદેવા હોતા નથી.
છોડા રાજન દાઉદનો ગમે તેટલો મોટો દુશ્મન હોય પરંતુ ચેંબુર વિસ્તારમાં રહેતા તેનાં પરિવાર પર ન તો દાઉદ કે ન તો તેની ગેંગનો કોઇ પણ વ્યક્તિ હાથ લગાવી શકે નહી. જો કે પોલીસ સુત્રો અનુસાર પૈસાની લાલચમાં છેલ્લા થોડા સમયથી દાઉદે જ અંડરવર્લ્ડનાં તમામ નિયમોને નેવે મુક્યા છે. હવે દાઉદની જ ગેંગ મહિલાઓ પાસેથી પૈસા ઓકાવી રહી છે. સુત્રોનું માનીએ તો ડી કંપનીએ એક ખાસ લેડીઝ વિંગ પણ તૈયાર કરી છે. જેના સભ્યો મહિલાઓની આર્થિક સ્થિતીથી માંડીને તમામ જરૂરી માહિતી પોતાનાં ગેંગ લીડર સુધી પહોંચાડે છે.
ઉદ્યોગ જગતમાં સફળ અને નામચીન મહિલાઓ પાસેથી એક્સટોર્શનની જવાબદારી છોટા શકીલે ઉસ્માન નામનાં એક વ્યક્તિને સોંપી છે. સુત્રો અનુસાર હાલમાં જ ઇન્ટરસેપ્ટ કરવામાં આવેલા કેટલાક કોલ પરથી જાણવા મળ્યું છે કે,મહિલા બ્રિગેડની ગેંગ મેમ્બર આંતરિત વાતચીત દરમિયાન મહિલાને ટાર્ગેટ કરવા માટેનાં કેટલાક કોડવર્ડ વાપરે છે અને તે પૈકીનાં કેટલાક કોડવર્ડ ક્વિન અને બેગમ વગેરે હોય છે.
રિટાયર્ડ આઇપીએસ અધિકારી પી.કે જૈને જણાવ્યું કે, આ માહિતી ખુબ જ ચોંકાવનારી છે. મે મારા કાર્યકાળ દરમિયાન ન તો આવું સાંભળ્યું હતું ન તો જોયું હતું. આની પાછળનું કારણ દાઉદનો ધુંધવાટ હોઇ શકે છે. હાલમાં જ મુંબઇની ખાર પોલીસે એક મહિલા ઉદ્યોગપતિની ફરિયાદ અંગે દાઉદ અને છોટા શકીલ ગેંગનાં સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, છોટા શકીલનાં લોકોએ આ મહિલા પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી અને જો પૈસા નહી ચુકવે તો તેને મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. હાલ પોલીસે આ મુદ્દે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે