જો 1 કરોડનું ફંડ ભેગું કરવું હોય તો દર મહિને અપનાવો આ ફોર્મ્યુલા, પાછળનું જીવન થઈ જશે સેટ

જો તમે પણ પૈસાનું રોકાણ કરી સારો નફો કે મોટું ફંડ ભેગું કરવા ઈચ્છો છો તો તમારા માટે SIP માં પૈસાનું રોકાણ કરવું એક બેસ્ટ ઓપ્શન હશે. મ્યૂચુઅલ ફંડ એસઆઈપીમાં પોતાના પૈસાનું રોકાણ કરી તમે કેટલાક વર્ષોમાં મોટું ફંડ ભેગું કરી શકો છો. આવો જાણીએ શું છે મ્યૂચુઅલ ફંડ એસઆઈપીમાં રોકાણ કરવાની ફોર્મ્યુલા..
 

જો 1 કરોડનું ફંડ ભેગું કરવું હોય તો દર મહિને અપનાવો આ ફોર્મ્યુલા, પાછળનું જીવન થઈ જશે સેટ

sip investment plans: દરેક માટે પૈસાની બચત કરવી ખુબ જરૂરી હોય છે. પૈસાની બચત કરવા માટે લોકો તેનું રોકાણ કરે છે. રોકાણ કરવા માટે આમ તો ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે પરંતુ જો તમે પૈસાનું રોકાણ કરી સારો નફો કે મોટું ફંડ ભેગું કરવા ઈચ્છો છો તો તમારા માટે એસઆઈપીમાં રોકાણ કરવું શ્રેષ્ઠ વિકલ્પ હશે. મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરી તમે મોટી રકમ ભેગી કરી શકો છો. આવો જાણીએ શું છે મ્યૂચુઅલ ફંડ એસઆઈપી (SIP)માં રોકાણ કરવાની ફોર્મ્યુલા..

દર મહિને 11,000 ની SIP થી બનશે 1 કરોડ રૂપિયા
એસઆઈપીમાં દર મહિને રૂ. 11,000નું રોકાણ કરીને, તમે રૂ. 1 કરોડનું ભંડોળ એકત્રિત કરી શકો છો. ધારો કે જો તમે 20 વર્ષ માટે SIPમાં દર મહિને નિયમિતપણે રૂ. 11,000નું રોકાણ કરો છો, તો 20 વર્ષ પછી તમારું કુલ રોકાણ રૂ. 26 લાખથી વધુ થશે. જો તમને દર વર્ષે 12 ટકા વળતર મળે તો પણ તમે 20 વર્ષ પછી રૂ. 1.09 કરોડનું ફંડ ઉમેરી શકો છો. જ્યારે રિટર્ન 15 ટકા છે, તો તમે રૂ. 06 કરોડનું ફંડ ઉમેરી શકો છો.

કઈ વાતો પર નિર્ભર કરે છે રિટર્ન
SIP માં મળનાર રિટર્ન કેટલીક વાતો પર નિર્ભર કરે છે. જો તમે લાંબા સમય સુધી એસઆઈપીમાં રોકાણ કરો છો તો તમને મળનાર રિટર્ન વધુ હશે. ઓછા સમયમાં માટે રોકાણ કરવા પર મળનાર રિટર્ન ઓછું હશે. દર મહિને વધુ રોકાણ કરવાથી મળનાર રિટર્ન વધુ હશે. તેવામાં એસઆઈપીમાં વધુ લાભ મેળવવા માટે લાંબા સમય સુધી રોકાણ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news