Exclusive : અતિ આધુનિક દેશનું નવું સંસદ ભવન, ડિઝાઇનની બિડિંગ પ્રક્રિયા પૂર્ણ

તમને જણાવી દઇએ કે પહેલા તબક્કામાં ફક્ત ડિઝાઇન કરવા માટે કોન્ટ્રાક્ટર અથવા ડેવલોપર પાસે બિડિંગ પ્રક્રિયા હેઠળ અરજી મંગાવવામાં આવી છે. બીજા તબક્કામાં સરકાર નક્કી ડિઝાઇનના નિર્માણ માટે કંસ્ટ્રકશન માટે કોન્ટ્રાક્ટર કે બિલ્ડર પાસે અરજી આમંત્રિત કરશે. 

Exclusive : અતિ આધુનિક દેશનું નવું સંસદ ભવન, ડિઝાઇનની બિડિંગ પ્રક્રિયા પૂર્ણ

નવી દિલ્હી: દેશમાં સંસદ ભવન (Parliament House)ને નવું સ્વરૂપ આપવાની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્ષ 2022માં દેશને નવા સેંટ્રલ વિસ્ટા મળશે. સૂત્રોનું કહેવું છે કે ભારતમાં અમેરિકા અને બ્રિટન જેવા દેશોની માફક સુંદર અને અતિ આધુનિક સેંટ્રલ વિસ્ટા તૈયાર કરવામાં આવશે. પરંતુ આ સમાચારો વચ્ચે મનમાં સવાલ ઉભો થાય છે કે નવું સંસદ ભવન કેવું હશે અને કેવું દેખાશે. 

આજે થઇ શકે છે કોન્ટ્રાક્ટરનો ખુલાસો
સૂત્રોનું માનીએ તો સરકારે તેની ડિઝાઇનની જવાબદારી માટે જરૂરી બિડિંગ પ્રક્રિયા પુરી કરી લીધી છે. શહેરી વિકાસ મંત્રાલયે બિડિંગ પ્રર્કિયા પુરી કરી સંસદ અને સેંટ્રલ વિસ્ટાની નવી ડિઝાઇન માટે કોન્ટ્રાક્ટરની પણ પસંદગી કરી લેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના નામનો ખુલાસો શહેરી વિકાસ મંત્રાલય હરદીપ પુરીની માફક બુધવારે કરવામાં આવી શકે છે. 

બીજા તબક્કામાં બિલ્ડર પાસે માંગવામાં આવશે અરજી
તમને જણાવી દઇએ કે પહેલા તબક્કામાં ફક્ત ડિઝાઇન કરવા માટે કોન્ટ્રાક્ટર અથવા ડેવલોપર પાસે બિડિંગ પ્રક્રિયા હેઠળ અરજી મંગાવવામાં આવી છે. બીજા તબક્કામાં સરકાર નક્કી ડિઝાઇનના નિર્માણ માટે કંસ્ટ્રકશન માટે કોન્ટ્રાક્ટર કે બિલ્ડર પાસે અરજી આમંત્રિત કરશે. 

દેશના સંસદ ભવન (Parliament House)નું ઉદઘાટન 1927માં થયું હતું. સંસદ ભવનનું નિર્માણ હાલના સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. તેના લીધે હાલના સમયમાં સંસદ ભવનનું કૂલિંગ સિસ્ટમ (Cooling System), હાલના શેપ અને સ્થાન પર્યાપ્ત નથી. એટલા માટે મોદી સરકાર (Modi Government) સંસદ ભવનને રેનોવેશન કરાવવા જઇ રહી છે. 

સૂત્રોનું માનીએ તો સાંસ્કૃતિક વારસા (cultural heritage) ને બચાવતાં સંસદ ભવનનું પુનર્નિર્માણ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે 2022માં પાર્લામેન્ટને નવું સ્વરૂપ આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news