વિદેશ મંત્રાલય

નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પથ્થરમારો, ભારતે કહ્યું- શીખોની સુરક્ષા પર ધ્યાન આપે પાક

નનકાના સાહિબ ગુરૂદ્વારા પર હુમલાને લઈને ભારતે આકરો વિરોધ જાહેર કર્યો છે. ભારતે પાકને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે શીખોની સુરક્ષા નક્કી કરવા માટે ઉપાય કરે. 

Jan 3, 2020, 10:31 PM IST

નાગરિકતા સંશોધન બિલ: ઈમરાનના ઝેર ઓકતા નિવેદન પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નકામા નિવેદનો આપવાની જગ્યાએ પોતાના દેશમાં લઘુમતીઓની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.

Dec 12, 2019, 05:34 PM IST
0612 Nityanand's passport was canceled PT4M25S

લંપટ નિત્યાનંદનો પાસપોર્ટ સરકારે રદ્દ કર્યો...

લંપટ નિત્યાનંદનો પાસપોર્ટ સરકારે રદ્દ કર્યો છે. સરકાર દ્વારા નિત્યાનંદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા તેનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે.

Dec 6, 2019, 07:10 PM IST

વિદેશ મંત્રાલયે કહ્યું- અમારા નાગરિકોને આતંકવાદી કહીને પાકિસ્તાન પ્રચાર ન કરે

દિલ્હીમાં પત્રકારોને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું- અમે પાકિસ્તાન સરકારને પ્રશાંત અને બારીલાલ નામના ભારતીય નાગરિકોને તુરંત કાઉન્સેલર સાથે મુલાકાતની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. 

Nov 21, 2019, 06:01 PM IST

કરતારપુર ગુરુદ્વારા સાહિબ જનારા શ્રદ્ધાળુઓએ કાયદેસરનો પાસપોર્ટ સાથે રાખવો જરૂરીઃ વિદેશ મંત્રાલય

રવિશ કુમારે વધુમાં જણાવ્યું કે, "પાકિસ્તાન સાથે થયેલા એમઓયુ અુસાર ભારતીય શ્રદ્ધાળુએ કાયદેસરનો પાસપોર્ટ સાથે રાખવાનો રહેશે. ભારત એક પક્ષીય રીતે એમઓયુમાં ફેરફાર કરી શકે નહીં. તેના માટે બંને પક્ષોની સહમતિ હોવી જરૂરી છે. પાકિસ્તાનના તંત્રમાં ઘણું જ કન્ફ્યુઝન છે."
 

Nov 7, 2019, 05:13 PM IST

ચીનના વિરોધ પર ભારતનો વળતો જવાબ, જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન સંપૂર્ણ રીતે આંતરિક મામલો

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, 'ચીને 1963ના કથાકથિત ચીન-પાકિસ્તાન સરહદ સમજૂતી હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok)ના ભારતીય ભાગ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે.'

Oct 31, 2019, 06:10 PM IST
MEA Conference To Be Held In Naramda Cancelled PT2M31S

નર્મદામાં યોજાનારી વિદેશ મંત્રાલયની કોન્ફરન્સ કેમ રહી મુલતવી? જુઓ વિગત

ભારતના વિદેશ મંત્રાલયની કેવડિયા ખાતે યોજાનારી વાર્ષિક કોન્ફરન્સ મુલતવી રહી છે. વિદેશ મંત્રાલય દ્રારા આ કોન્ફરન્સને વહીવટી કારણોસર મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો કલમ 370 બાદ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા બાદ ભારતીય રાજદૂતોની જવાબદારી વધી જાય છે જેના કારણે હાલ પૂરતી આ કોન્ફરન્સ મુલતવી રખાઈ છે.

Aug 22, 2019, 01:35 PM IST

વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સને લઇ PM મોદી સપ્ટેમ્બરમાં ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વાર ગુજરાત પ્રવાસે આવશે. આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સને લઈને પીએમ મોદી ગુજરાત આવશે. પહેલીવાર દિલ્હીની બહાર વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સ યોજાવા જઈ રહી છે.

Jul 25, 2019, 11:59 AM IST

મધ્યસ્થતા વિવાદ: ‘PM મોદી આવીને કહે US રાષ્ટ્રપતિ ખોટુ બોલે છે, તો અમે વાત માનીશું’

પીએમ મોદીએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની વિનંતી કરી હતી. તેના પર ભારતમાં શરૂ થયેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં મંગળવારે નિવેદન આપ્યું કે પીએમ મોદીએ ક્યારે આ પ્રકારની કોઇ વાત રાષ્ટ્રપતિ ટ્રમ્પને કરી નથી.

Jul 23, 2019, 01:05 PM IST

વિદેશ મંત્રાલયે નકાર્યો ટ્રમ્પનો દાવો, ‘કાશ્મીર મુદ્દે PM મોદીએ ક્યારેય ટ્રમ્પથી નથી માગી મદદ’

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ‘અમે અમેરિકાના રાષ્ટ્રપતિનું પ્રેસમાં આપેલું નિવેદન જોયું છે. જેમાં તેમણે કહ્યું છે કે, તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે તૈયાર છે. જો ભારત અને પાકિસ્તાન દ્વારા વિનંતી કરવામાં આવે છે.

Jul 23, 2019, 07:54 AM IST

શિવસેનાએ અમેરિકાને આપી ચેતવણી, 'ભારતની આંતરિક બાબતોમાં ચંચૂપાત કરવાનું બંધ કરો'

શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા અમેરિકાની ટ્રમ્પ સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ અણેરિકા પર આ હુમલો તેમના વિદેશ વિભાગના એ રિપોર્ટને લઈને કર્યો છે કે જેમાં કહેવાયું છે કે ભારતમાં ધર્મના નામે હિંસા વધી ગઈ છે. 'અમેરિકી ચુગલખોરી' નામના શિર્ષક હેઠળ શિવેસનાએ લખેલા સંપાદકીયમાં લખ્યું છે કે, 'હિન્દુસ્તાનમાં ધર્મના નામે હિંસા વધી ગઈ છે અને હિંદુ સંગઠન અલ્પસંખ્યકો અને મુસલમાનો પર હુમલો કરી રહ્યાં છે, એવું 'રિસર્ચ' અમેરિકાના વિદેશ વિભાગે કર્યું છે. આ ઉપરાંત આ હુમલાને રોકવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે, તેવો હંમેશાનો રાગ પણ અમેરિકાએ આલાપ્યો છે.'

Jun 24, 2019, 09:22 AM IST

લોકોનું માનવું છે છેલ્લા 5 વર્ષમાં વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે: વિદેશ મંત્રી

કેન્દ્રની મોદી સરકારમાં વિદેશ મંત્રાલયની મહત્વની જવાબદારી સંભાળનાર પૂર્વ રાજદૂત એસ જયશંકરે ગુરૂવારે કહ્યું કે, જો આપણે આર્થિક વિકાસને આગળ વધારવા ઇચ્છીએ છીએ તો ભારતીય વિદેશ નીતિને તેના બાહ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

Jun 6, 2019, 12:06 PM IST

સાઉદીમાં કુરાન ટીચર પાસે કરાવાતું હતું 'આ' કામ!, છૂટકારો થતા સુષમા સ્વરાજનો માન્યો આભાર

હૈદરાબાદમાં રહેતા કુરાન ટીચરે સાઉદી અરબથી પરત ફર્યા બાદ ભારતીય દૂતાવાસ ઉપરાંત વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

May 4, 2019, 03:46 PM IST

10 વર્ષના વિલંબ બાદ અમેરિકા થયું તૈયાર, ભારતને મળશે 24 હંટર હેલિકોપ્ટર

અમેરિકાએ 2.4 અરબ ડોલરની અંદાજિત કિંમત પર ભારતને 24 મલ્ટી ઉપયોગી એચએચ 60 ‘રોમિયો’ સી હોક હેલિકોપ્ટરના વેચાણની મંજૂરી આપી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.

Apr 3, 2019, 12:23 PM IST

ઈથોપિયા પ્લેન ક્રેશ: ભારતીય પરિવારના 6 સભ્યોના મોત, સુષમાએ દૂતાવાસને મદદના આપ્યા નિર્દેશ

ઈથોપિયાના અદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલી ઈથોપિયન એરલાઈન્સની જે ફ્લાઈટ ક્રેશ થઈ તેમાં એક ભારતીય પરિવારના 6 સભ્યોના પણ મોત થયા છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ  કરીને આ અંગે જાણકારી આપી. 

Mar 11, 2019, 10:13 AM IST

હાં...અમને ખબર છે નીરવ મોદી લંડનમાં છે: વિદેશ મંત્રાલય

પીએનબી કૌભાંડ મામલે આરોપી ભાગેડૂ હીરાના બિઝનેસમેન નીરવ મોદીને લંડનમાં જોવા મળ્યા છે. મીડિયા અહેવાલ બાદ ભારતના વિદેશ મંત્રલાયે પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. શનિવારે (3 માર્ચ)ના રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને ખબર છે નીરવ મોદી લંડનમાં છે, એટલા માટે અમે બ્રિટન પાસે નીરવ મોદીના પ્રર્ત્યપણની માંગી કરી છે. તેમણે કહ્યું કે ભારતને હજુ સુધી પ્રર્ત્યપણને લઇને કોઇ જવાબ મળ્યો નથી.

Mar 9, 2019, 02:09 PM IST

બાલાકોટમાં IAFની એર સ્ટ્રાઈકમાં જૈશના જેહાદી ટ્રેનર-સીનિયર કમાન્ડર બધાનો ખાતમો: વિદેશ સચિવ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ એ મોહમ્મદ દ્વારા કરાયેલા આતંકી હુમલામાં પોતાના 40 જવાનોની શહાદતથી આક્રોશમાં આવેલા ભારત તરફથી આજે મંગળવારે વહેલી સવારે પીઓકેમાં જૈશ એ મોહમ્મદના પ્રમુખ ઠેકાણા પર કહેર મચાવવામાં આવ્યો. ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી આ 'સર્જિકલ સ્ટ્રાઈક'થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જેશના આતંકી કેમ્પોને નિશાન બનાવતા બોમ્બ વર્ષા કરવામાં આવી. ભારતીય વાયુસેનાની આ  કાર્યવાહીની ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી શેર કરી. 

Feb 26, 2019, 12:03 PM IST

પાક. PM ઈમરાન ખાનના જૂઠ્ઠાણાનો ભારતે કર્યો પર્દાફાશ, આપ્યો જડબાતોડ જવાબ

પુલવામા હુમલો : ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિવેદન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા તેમના નિવેદનને સંપૂર્ણપણે ફગાવ્યું છે. પુલવામા હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. સેનાએ વળતી કાર્યવાહી માટે તૈયારી હાથ ધરી છે એવામાં મંગળવારે બપોરે એકાએક પ્રેસ કોન્ફરન્સ કરી પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને લૂલો બચાવ કરતાં આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ ન હોવાનું રટણ કર્યું હતું અને પુરાવાની માંગ કરી હતી.

Feb 20, 2019, 09:17 AM IST

પુલવામાઃ કૂટનૈતિક લડાઈની શરૂઆત, વિવિધ દેશોના રાજદૂતોને બોલાવાયા

જમ્મુ-કાશ્મીરમાં CRPFના કાફલા પર થયેલા હિચકારા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતે પાકિસ્તાન સામે વૈશ્વિક સમુદાયને એક્ઠું કરવા માટે શુક્રવારે સાંજે વિદેશ મંત્રાલય ખાતે દેશમાં આવેલા વિવિધ દેશોનાં રાજદૂતોની એક વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું અને તેમને જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલાની વિગતો આપવામાં આવી હતી

Feb 15, 2019, 07:54 PM IST

વિદેશમાં ભણતી બીમાર અમદાવાદ યુવતીની પિતાના મદદે આવ્યા સુષ્મા સ્વરાજ

 ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તેમની દરિયાદિલી માટે પ્રખ્યાત બન્યા છે. ભારતના કોઈ પણ ખૂણે વસતા ભારતીયને જરૂરિયાતને સમયે વીઝાની મદદ પહોંચાડવામાં તેઓ માહેર છે. બસ, એક ટ્વિટથી લોકો સુષ્મા સ્વરાજ પાસેથી મદદ માંગે છે, અને વિદેશ મંત્રી તાત્કાલિક તેઓને મદદ પહોંચાડે છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અમદાવાદના એક પિતાની મદદે આવ્યા છે. વિદેશમાં ભણતી દીકરી બીમાર પડી, તો પિતાએ તાત્કાલિક વિઝા માટે વિદેશ મંત્રીના દરવાજા ખખટાવ્યા હતા, અને સુષ્મા સ્વરાજે તેમને તત્કાલ વિઝા અપાવ્યા હતા.

Feb 14, 2019, 12:15 PM IST