કૃષિ બિલના વિરોધમાં રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા શિરોમણિ અકાલી દળના નેતા

 શિરોમણિ અકાલી દલના નેતા હરસિમરત કૌરે આ બિલના વિરોધમાં કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. કૃષિ બિલ પર વાત કરવા માટે બાદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા.   

Updated By: Sep 21, 2020, 06:51 PM IST
કૃષિ બિલના વિરોધમાં રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા શિરોમણિ અકાલી દળના નેતા

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા કૃષિ બિલને રવિવારે ધ્વનિમતથી રાજ્યસભામાં પાસ કરાવી લેવામાં આવ્યું હતું. આ બિલની વિરુદ્ધમાં દેશભરમાં કિસાનોનો ગુસ્સો વધી રહ્યો છે. શિરોમણિ અકાલી દલના નેતા હરસિમરત કૌરે આ બિલના વિરોધમાં કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. કૃષિ બિલ પર વાત કરવા માટે બાદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. 

સુખબીર સિંહ બાદલ અને મંજિંદર સિંહ સિરસાના નેતૃત્વમાં અન્ય નેતા પણ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા. તેમની સાથે નરેશ ગુજરાલ પણ હાજર હતા. રાષ્ટ્રપતિને મળ્યા બાદ સુખબીર સિંહે કહ્યુ, રાષ્ટ્રપતિને મળીને તેમને આ વિવાદાસ્પદ બિલનો સ્વીકાર ન કરવાનું કહ્યું. બિલને પસંદગી સમિતિ પાસે મોકલવું જોઈએ. વિપક્ષની વાત કરીએ તો રાજ્યસભામાં સાંભળવા જોઈએ. અમે સતત કહી રહ્યાં હતા કે આ બિલ ખેડૂત વિરોધી છે. તમે ખેડૂતોની પ્રતિક્રિયા જોઈ શકો છો. 

ભારતીય કિસાન યૂનિયને બિલના વિરોધમાં કર્યું પ્રદર્શન
ષિ બિલ વિરુદ્ધ કિસાનોનો ગુસ્સો વધી રહ્યો છે. સંસદમાં પસાર કરાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલોના વિરોધમાં આજે ઉત્તર પ્રદેશના બધા જિલ્લાના મુખ્યાલયો પર ભારતીય કિસાન યૂનિયન (ભાકિયૂ)એ પ્રદર્શન કર્યું હતું. મુઝફ્ફરનગર ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ કે, સરકાર બહુમતના નશામાં ચૂર છે. 

રાકેશ ટિકૈતે કહ્યુ કે, દેશની સંસદના ઈતિહાસમાં પ્રથમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે અન્નદાતા સાથે જોડાયેલા ત્રણ કૃષિ બિલને પાસ કરતા સમય ન ચો કોઈ ચર્ચા અને ન તો કોઈ સાંસદને સવાલ કરવાનો અધિકાર આપવામાં આ્યો. આ ભારતના લોકતંત્રના અધ્યાયમાં કાળો દિવસ છે. 

કૃષિ બિલના વિરોધ વચ્ચે મોદી સરકારે 6 રવિ પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો  

રાકેશ ટિકૈતે કહ્યુ કે, જો દેશના સાંસદોને સવાલ પૂછવાનો અધિકાર નથી તો મોદી જી દેશ માટે મહામારીના સમયમાં નવી સંસદ બનાવીને જનતાની કમાણીના 900 કરોડ રૂપિયા કેમ બરબાર કરી રહ્યાં છે. આજે દેશની સરકાર પાછળના રસ્તા કિસાનોના સમર્થન મૂલ્યનો અધિકાર છીનવવા ઈચ્છે છે, જેનાથી દેશનો કિસાન બરબાદ થઈ જશે. 

રાકેશ ટિકૈતનો આરોપ છે કે બજારની બહાર ખરીદ પર કોઈ શુલ્ક ન હોવાથી દેશની બજાર વ્યવસ્થા સમાપ્ત થઈ જશે. સરકાર ધીરે-ધીરે પાક ખરીદીમાંથી હાથ ખેંચી લેશે. કિસાનને બજારના હવાલે છોડીને દેશની ખેતીને મજબૂત ન કરી શકાય. તેના પરિણામ પૂર્વમાં પણ વિશ્વ વ્યાપાર સંગઠનના રૂપમાં મળ્યા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube