ખેડૂતો આજે દિલ્હી-જયપુર હાઇવે કરશે જામ, ફરીદાબાદ-ગુરૂગ્રામ બોર્ડર પર 60 મેજિસ્ટ્રેટ પર તૈનાત

જોકે ભારત બંધ બાદ ખેડૂત સંગઠનોના દિલ્હીને અડીને આવેલી તમામ બોર્ડર સીલ કરવાની ચેતાવણીને ધ્યાનમાં રાખતા ગુરૂગ્રામના જિલ્લાધીશ અમિત ખત્રીએ આદેશ જાહેર કરી વિભિન્ન વિસ્તારોમાં 60 ડ્યૂટી મેજિસ્ટ્રોની તૈનાતીનો આદેશ આપ્યો છે. 

ખેડૂતો આજે દિલ્હી-જયપુર હાઇવે કરશે જામ, ફરીદાબાદ-ગુરૂગ્રામ  બોર્ડર પર 60 મેજિસ્ટ્રેટ પર તૈનાત

નવી દિલ્હી: કૃષિ કાયદાના વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સોળમો દિવસ છે. આંદોલનકારી ખેડૂતોનું પ્રદર્શન શનિવારે સતરમા દિવસમાં પ્રવેશ કરશે. પરંતુ તેમનું વલણ નરમ થતું જોવા મળી રહ્યું નથી, પરંતુ હંગામો વધવાની આશંકા છે કારણ કે ખેડૂત સંગઠનોએ દિલ્હી-જયપુર નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ કરવાની ચેતાવણી આપી છે. તો બીજી તરફ હરિયાણામાં ખેડૂતોએ ટોલ પ્લાઝાને ઘેરવાનું આહવાન કર્યું છે. જોકે ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં પોલીસ એલર્ટ છે અને સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. 

જોકે એક તરફ ખેડૂતોની ચેતાવણી છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે 12 ડિસેમ્બરના રોજ ખેડૂત દિલ્હી-જયપુર હાઇવેને બ્લોક કરશે. આ દરમિયાન ખેડૂત જિલ્લા કલેક્ટર, ભાજપના નેતાઓના ઘરની સામે પ્રદર્શન કરશે તો ટોલ પ્લાઝા પણ જામ કરશે. જોકે તેમણે કહ્યું કે ખેડૂતોનો રેલવે ટ્રેક જામ કરવાનો કોઇ પ્લાન નથી. રાજસ્થના ખેડૂત પણ આવી રહ્યા છે. 

જોકે ભારત બંધ બાદ ખેડૂત સંગઠનોના દિલ્હીને અડીને આવેલી તમામ બોર્ડર સીલ કરવાની ચેતાવણીને ધ્યાનમાં રાખતા ગુરૂગ્રામના જિલ્લાધીશ અમિત ખત્રીએ આદેશ જાહેર કરી વિભિન્ન વિસ્તારોમાં 60 ડ્યૂટી મેજિસ્ટ્રોની તૈનાતીનો આદેશ આપ્યો છે. 

— ANI (@ANI) December 11, 2020

ગુરૂગ્રામમાં ખેડૂતોની બોર્ડર સીલ કરવાની ચેતાવણીને લઇને જિલ્લા વહીવટીએ 60 ડ્યૂટી મેજિસ્ટ્રેટ તૈનાત કરી દીધા છે. જિલ્લાભરમાં અલગ-અલગ ચોકથી માંડીને એનએચ 40 પર પોલીસ દળ સાથે મેજિસ્ટ્રેટસની તૈનાતી રહેશે. લગભગ બેથી અઢી હજાર પોલીસકર્મીઓના હાથમાં શહેરની સુરક્ષા વ્યવસ્થાની કમાન રહેશે. 

તો બીજી તરફ ખેડૂતોના ટોલ પ્લાઝાને ઘેરવાના આહવાન પર ફરીદાબાદ પોલીસ એલર્ટ પર છે. આંદોલનની આડમાં કાનૂન વ્યવસ્થા બગાડનાર પોલીસની નજર રહેશે. પ્રદર્શન દરમિયાન લોકો પર ડ્રોન વડે નજર રાખવામાં આવશે. આ દરમિયાન લગભગ 3,500 પોલીસકર્મી તૈનાત રહેશે. ફરીદાબાદ જિલ્લાના દરેક ટોલ પ્લાઝા પર એક એક સહાયક પોલીસ કમિશ્નર અને સંબંધિ પોલીસ દળ ઉપરાંત રિઝર્વ પોલીસ દળની ગોઠવણ કરવામાં આવી છે. 

ડીસીપી ઓફિસ ડો. અર્પિત જૈને જણાવ્યું હતું કે કાનૂન સાથે ખિલવાડ કરનારની ખૈર નથી. ખેડૂત આંદોલનના લીધે 12 ડિસેમ્બર 2020ના રોજ ટોલ પ્લાઝાને ઘેરવાનું આહવાન પર ફરીદાબાદ પોલીસે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news