વાયુસેનામાં Su-30MKI સમાવેશ, સંપુર્ણ સ્વદેશ નિર્મિત પહેલુ ફાઇટર જેટ
વાયુસેનાનાં શ્રેષ્ઠ ફાઇટર જેટ Su-30MKI ફાઇટર જેટને વિશ્વની સૌથી ઝડપી ક્રુઝર મિસાઇલ બ્રહ્મોસથી લેસ કરવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી : ભારતીય વાયુસેનાની શક્તિ વધારવા માટે સ્વદેશમાં નિર્મિત પહેલીએસયૂ-30 એમકેઆઇ (Su-30MKI) ફાઇટર જેટ વિમાન સોંપ્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા સંપુર્ણ રીતે વિકસિત કરવામાં આવેલ બહુઉદ્દેશીય એસયૂ-30 એમકેઆઇ લડાયક વિમાન શુક્રવારે વાયુસેનામાં સમાવેશ થયો હતો. દેશની સંરક્ષણમાં ઉતરનારી આ પહેલું એવું વિમાન હશે, જે સંપુર્ણ રીતે ભારતમાં નિર્મિત છે.
મહારાષ્ટ્રનાં નાસિકમાં આવેલ ઓઝાર 11 બેઝ રિપેર ડેપો તેને વાયુસેનાને સોંપી દીધો છે. ઉલ્લેખનીય છે કે, વાયુસેના શ્રેષ્ઠ વિમાન એસયુ-30 એમકેઆઇને હવે ભારતમાં વિકસિત કરવામાં આવી રહ્યા છે. એર ઓફીસર કમાંડિંગ ઇન ચીફ એર માર્શલ હેમંત શર્માએ દક્ષિણિ પશ્ચિમ વાયુસૈનિક કમાંડના એર ઓફીસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એચએસ અરોડાને એક ભવ્ય સમારંભમાં શુક્રવારે એસયુ -30 એમકેઆઇ વિમાન સોંપ્યું. ઉલ્લેખનીય છે કે, 40 સુખાઇ વિમાનોને બ્રહ્મોસ પ્રક્ષેપિત કરવા માટે તૈયાર કરવાનું કામ ચાલુ થઇ ચુક્યું છે. આ યોજનાની સમયસીમા નિશ્ચિત થઇ ગઇ છે. મળતી માહિતી અનુસાર આ યોજના 2020 સુધીમાં પુર્ણ થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસના પ્રક્ષેપણ લાય બનાવવાનું લક્ષ્યાંક સરકારી હિન્દુસ્તાન એરોનોટીકલ લિમિટેડમાં 40 સુખાઇ વિમાનમાં સંચાલનને લગતા પરિવર્તનો કરવામાં આવશે. અઢી ટન વજનની મિસાઇલ અવાજ કરતા પણ ત્રણ ગણી ગતિ ધરાવે છે. મૈક 2.8ની ગતિથી ચાલે છે અને તેની મારક ક્ષમતા 250 કિલોમીટર છે. ગત્ત વર્ષે બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂઝ મિસાઇલને ભારતીય વાયુસેના સુખોઇ એસયૂ-30 એમકેઆઇ ફાઇટર જેટમાં સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસને જમીન, સમુદ્ર અને વાયુમાંથી છોડવામાં આવનાર વિશ્વની સૌથી ઝડપી સુપર સોનિક ક્રુઝ મિસાઇલ ગણાવાઇ રહી છે.
આ રીતે કરે છે કામ
પુષ્ટ સુત્રો અનુસાર વિમાનની સાથે મિસાઇલમાં પણ સ્થિરતા બુસ્ટર મુદ્દે પરિવર્તન કરવામાં આવ્યા છે. આ મિસાલઇ 500થી 14000 મીટરની ઉંચાઇથી છોડી શકાય છે. મિસાઇલ છોડ્યા બાદ તે 100થી 150 મીટર સુધી મુક્ત સ્વરૂપે નીચે આવી શકે છે અને ત્યારે તે 14 હજાર મીટરમાં ક્રુઝ ફેઝમાં પ્રવેશ કરે છે અને અંતમાં 15 મીટરમાં ટર્મિનલ ફેઝમાં પ્રવેશ કરી શકે છે. હવામાં માર કરનારી બ્રહ્મોસને સમુદ્ર અને જમીન પરથી પ્રહાર કરતી મિસાઇલની તુલનાએ થોડી હળવી બનાવાઇ છે.
તે ઓછી ઉંચાઇ પર ઉડ્યન કરતી હોવાથી રડારની પકડમાં પણ આવતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે