PM આવાસ યોજનાનો પહેલા હપ્તો મળતા 11 મહિલાઓ 'બેવફા' બની! પ્રેમીઓ સાથે ભાગી, પતિઓએ કહ્યું; સાહેબ!
PM Awas Yojana Money: દેશ-દુનિયામાં દરરોજ અનેક એવી ઘટનાઓ બનતી હોય છે, જેના પર વિશ્વાસ કરવો અસંભવ બની જાય છે. ત્યારે ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ જિલ્લામાં એક નહીં, બે નહીં પરંતુ 11 મહિલાઓ 'બેવફા' બનીને પ્રેમીઓ સાથે ભાગી ગઈ છે. આ મામલો સામે આવ્યા બાદ જિલ્લાના અધિકારીઓ ચોંકી ગયા છે, પતિઓ ચિંતિત છે અને મહિલાઓ ભાવુક બની રહી છે. ચાલો જાણીએ આખો મામલો.
Trending Photos
Pradhan Mantri Awas Yojana: ગરીબોની મદદ કરવા માટે મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જેથી તેઓ રહેવા માટે પોતાનું ઘર બનાવી શકે. પરંતુ યુપીના મહારાજગંજ જિલ્લામાં લોકોના ઘર તો ના બન્યા, ઉલ્ટાનું તેમનું જ ઘર તૂટી ગયું. તમે આ વિશે વિચારો તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે તેમની ગૃહસ્થી બરબાદ થઈ ગઈ છે.
જાણો સમગ્ર કેસ?
યુપીના મહારાજગંજ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસનો પહેલો હપ્તો મળતા જ એક બે નહીં, 11 મહિલાઓ પોતાના પતિને છોડીને પ્રેમીઓ સાથે ભાગી ગઈ હતી. આ મહિલાઓને 40 હજારનો પ્રથમ હપ્તો મળ્યો હતો. ત્યારબાદ, પીડિત પતિ અને પરિવારના સભ્યોએ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરી અને તેમને બીજો હપ્તો ન મોકલવા વિનંતી કરી છે. વિભાગે આપેલા સરકારી નાણાંને વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી છે.
જેમની પાસે મકાન નથી, સરકાર આપે છે સુવિધા
તમને જણાવી દઈએ કે સરકાર ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને જેમની પાસે ઘર નથી તેમને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે પૈસા આપે છે. આ યોજનામાં મહિલાઓ પણ લાભાર્થી હોય છે.
મીડિયા રિપોર્ટમાં છપાયેલા રિપોર્ટ મુજબ, મહારાજગંજના નિચલૌલ બ્લોક વિસ્તારના કુલ 108 ગામોમાં વર્ષ 2023-24માં 2350 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં બે હજારથી વધુ લાભાર્થીઓના મકાનો પણ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ અંતર્ગત 11 મહિલા લાભાર્થીઓના ખાતામાં આવાસનો પ્રથમ હપ્તો પણ મોકલવામાં આવ્યો હતો. હપ્તા લીધા બાદ યુવતી તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે.
પતિ તણાવમાં, અધિકારી હેરાન પરેશાન
આ ઘટના બાદ મહિલાઓના પતિઓ હવે તણાવમાં છે. હપ્તો લઈને ભાગી ગયેલી મહિલાઓના પતિઓએ અધિકારીઓને વિનંતી કરી છે કે પત્નીના ખાતામાં બીજો હપ્તો ન મોકલો. પતિને ચિંતા છે કે તેમના નામે હપ્તાની રકમ વસૂલવાની નોટિસ જાહેર થઈ શકે છે. તેમને આશા હતી કે સરકારી મદદથી ઘર બનશે, પરંતુ ઘર બને તે પહેલા જ તેમનું ઘર બરબાદ થઈ ગયું. જો કે તપાસ બાદ મામલો પ્રકાશમાં આવતા કેટલાક લાભાર્થીઓની રકમ અટકાવી દેવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે