અસદુદ્દીન ઓવૈસીના સરકારી બંગલા પર તોડફોડ, કસ્ટડીમાં હિન્દુ સેનાના 5 સભ્ય

દિલ્હી પોલીસે હિન્દુ સેના સાથે જોડાયેલા પાંચ લોકોને કસ્ટડીમાં લીધા છે. ડીસીપી દીપક યાદવે જણાવ્યુ કે, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. 

Updated By: Sep 21, 2021, 10:16 PM IST
અસદુદ્દીન ઓવૈસીના સરકારી બંગલા પર તોડફોડ, કસ્ટડીમાં હિન્દુ સેનાના 5 સભ્ય

નવી દિલ્હીઃ  AIMIM ચીફ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત આવાસ પર અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. તેમના ઘરની નેમપ્લેટ અને લાઇટને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલામાં પોલીસે અત્યાર સુધી 5 લોકોની અટકાયત કરી છે. 

કસ્ટડીમાં લેવામાં આવ્યા હિન્દુ સેનાના 5 સભ્ય
દિલ્હી પોલીસે હિન્દુ સેના સાથે જોડાયેલા પાંચ લોકોની આ મામલામાં ધરપકડ કરી છે. ડીસીપી દીપક યાદવે જણાવ્યુ કે, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને અત્યાર સુધી પાંચ લોકોને કસ્ટડીમાં લીધા છે. 

જાણકારી પ્રમાણે સાંજે 4 કલાક આસપાસ હિન્દુ સેનાના કાર્યકર્તાઓએ ઓવૌસીના ઘર પર ધરણા પ્રદર્શન કરી તોડફોડ કરી હતી. આ કાર્યકર્તા ઓવૈસી તરફથી આપવામાં આવી રહેલા હિન્દુ વિરોધી નિવેદનોથી નારાજ હતા અને તેમનો ગુસ્સો વ્યક્ત કરવા માટે બંગલાની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. 

આ પણ વાંચોઃ એર માર્શલ વીઆર ચૌધરી હશે વાયુસેનાના નવા પ્રમુખ, 30 સપ્ટેમ્બરે નિવૃત થશે આરકેએસ ભદૌરિયા

હિન્દુ સેનાએ કહ્યુ કે તે ઓવૈસીના હિન્દુ વિરોધી નિવેદનોથી દુખી છે. તેમણે કહ્યુ કે, ઓવૈસી હંમેશા મુસલમાનોને પોતાની તરફ કરવા માટે હિન્દુઓને નીચે દેખાડવાનો પ્રયાસ કરે છે. હિન્દુ સેનાએ કહ્યુ કે, તે આશા કરે છે કે હવે ઓવૈસી પોતાની સભાઓમાં ભડકાઉ હિન્દુ વિરોધી નિવેદન ન આપે જેનાથી હિન્દુઓની ભાવનાઓને ઠેંસ પહોંચે.

ઓવૈસી હાલ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે અને હાલમાં તેમની પાર્ટીએ યૂપીમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. હાલમાં ઓવૈસી અમદાવાદ પણ પહોંચ્યા હતા. તેઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ યૂપીના પૂર્વ સાંસદ અતીક અહમદને મળવા ઈચ્છતા હતા પરંતુ તંત્રએ મંજૂરી આપી નહીં. ઓવૈસી પોતાની પાર્ટીનો વિસ્તાર કરવા માટે દેશના વિભિન્ન રાજ્યોમાં સતત પ્રવાસ કરી રહ્યા છે. તેમણે હાલમાં જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube