આવું ગુજરાતમાં બને ખરૂ? RAJKOT માં 100 રૂપિયા નહી આપતા બાઇક સળગાવી દીધી

શહેરનાં યુનિવર્સિટી રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડનાં કવાર્ટરમાં બે દિવસ પહેલા સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીમાં બાઇક સળગાવવાની ઘટના સામે આવી હતી. જેને લઇને પોલીસે તપાસ કરતા માત્ર 100 રૂપીયાની લેતી-દેતીમાં થયેલા ઝઘડામાં બાઇક સળગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે બન્ને પક્ષે ફરીયાદ નોંધી બે શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

Updated By: Sep 21, 2021, 10:27 PM IST
આવું ગુજરાતમાં બને ખરૂ? RAJKOT માં 100 રૂપિયા નહી આપતા બાઇક સળગાવી દીધી

ગૌરવ દવે/રાજકોટ : શહેરનાં યુનિવર્સિટી રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડનાં કવાર્ટરમાં બે દિવસ પહેલા સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીમાં બાઇક સળગાવવાની ઘટના સામે આવી હતી. જેને લઇને પોલીસે તપાસ કરતા માત્ર 100 રૂપીયાની લેતી-દેતીમાં થયેલા ઝઘડામાં બાઇક સળગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે બન્ને પક્ષે ફરીયાદ નોંધી બે શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

KUTCH: આ એક જ સ્ત્રી કરી શકશે ચામર પત્રી વિધિ, કોર્ટ દ્વારા અપાયો ઐતિહાસિક ચુકાદો

શહેરનાં યુનિવર્સિટી રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડનાં કવાર્ટરમાં રહેતાં બાવાજી યુવાનને પડોશી મુસ્લિમ શખ્સ અને તેના પત્નિ સાથે બે દિવસ પહેલા થયેલા ઝઘડામાં બાવાજી યુવાન વિરૂધ્ધ પોલીસમાં અરજી થઇ હતી. તેનું સમાધાન કરવા માટે ગત રાતે બધા ભેગા થયા ત્યારે માથાકુટ થતાં મુસ્લિમ શખ્સે બાવાજી યુવાનના ટુવ્હીલર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. તો સામે બાવાજી યુવાન અને તેના મિત્રએ મુસ્લિમ યુવાનના બે મિત્રો પર છરીથી હુમલો કરી તેના વાહનોમાં તોડફોડ કરી હતી. યુનિવર્સિટી પોલીસને ઘટનાની જાણ થતા દોડી જઇ જયદેવ મહેશભાઇ રામાવતની ફરિયાદ પરથી શબ્બીર, શુભમ્ અને દર્શન સામે ફરીયાદ નોંધી હતી. 

ગુજરાત માટે આગામી બે દિવસ ભારે: સરકારે પણ સમાચાર સાંભળી તાબડતોબ ઉચ્ચ અધિકારીઓને દોડાવ્યા

જેમાં તેને જણાવ્યું હતું કે, બે મહિના પહેલા મારા મિત્ર જયપાલસિંહ લાલુભા વાઘેલા પાસેથી એકસેસ બાઇર રૂપીયા ૧૫ હજારમાં ખરીદ કર્યુ હતું. રવિવારે સાંજે આઠેક વાગ્યે મારી પાછળના બ્લોકમાં રહેતાં શબ્બીર અને તેના પત્નિ સાથે મારો ઝઘડો થયો હતો. તે કારણે શબ્બીરના પત્નિએ મારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ બાબતે મન દુઃખ હોઇ સોમવારે રાતે નવેક વાગ્યે હું અને મારો મિત્ર ઇન્દ્રજીતસિંહ ઉર્ફ ગોટીયો મારા ઘર પાસે ઉભા હતા. ત્યારે શબ્બીર, તેના મિત્રો શુભમ્ અને દર્શન આવ્યા હતાં. ત્રણેયે મળી મને બેફામ ગાળો ભાંડી હતી. મેં ગાળો બોલવાની ના પાડતાં શબ્બીરે ઉશ્કેરાઇ જઇ મારા ઘર પાસે પાર્ક કરેલુ મારા એકસેસ વાહન પર પેટ્રોલ છાંટી સળગાવી દીધું હતું. તો બીજી તરફ વાહન સળગાવ્યા બાદ શુભમ્ સાગરભાઇ પરમાર તથા તેનો મિત્ર દર્શન રાજેશભાઇ વાઘેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. પોતાના પર ભગતસિંહ ગાર્ડન સામે કવાર્ટર પાસે છરીથી હુમલો થયાની ફરીયાદ નોંધાવી હતી.  

ગુજરાતમાં 14 દિવસ પછી નહી હોય કોરોનાને એક પણ કેસ! ખુબ જ સકારાત્મક સમાચાર

શું હતું હુમલાનું કારણ?
પોલીસનાં કહેવા મુજબ, શુભમે કહ્યું હતું કે ગત રાતે નવેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે ભગતસિંહ ગાર્ડન પાસે રહેતાં મિત્ર શબ્બીરનો ફોન આવ્યો હતો કે ગઇકાલે મારા પત્નિ સાથે જયદિપ અને ગોટીયાએ ઝઘડો કર્યો હતો તેનું સમાધાન કરવાનું છે. આથી મેં મિત્ર ર્દશનને ફોન કરીને બોલાવ્યો હતો અને અમે બંને શબ્બીરના ઘરે ગયા હતાં. જ્યાં ગોટીયાના ઘર પાસે બધા ઉભા હતાં. તે વખતે જયદેવ અને ગોટીયો પણ ઉભા હતાં. સમાધાનની વાતચીત થઇ રહી હતી ત્યારે એ બંને ગાળો બોલવા માંડતા ના પાડતાં ગોટીયાએ નેફામાંથી છરી કાઢી મને હાથમાં ઇજા પહોંચાડી હતી. દર્શન વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. કોઇએ પોલીસ બોલાવતાં ગાડી આવી હતી. એ પછી હું અને દર્શન હોસ્પિટલમાં દાખલ થયા હતાં. પોલીસ તપાસમાં 100 રૂપીયાની લેતી-દેતીમાં ઝઘડો થતા બાઇક સળગાવ્યું હોવાનું આરોપી જયદેવ રમેશભાઇ રામાવત અને ઇન્દ્રજીતસિંહ ઉર્ફ ગોટીયો કનકસિંહ વાઘેલા રટણ કરી રહ્યા છે. હાલ પોલીસે બન્ને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાજકોટમાં અવાર-નવાર લુખ્ખા ત્તત્વોનો આંતક સામે આવે છે. ત્યારે પછાત વિસ્તારોમાં રહેતા શખ્સો ખુલ્લેઆમ છરી જેવા હથિયારો લઇને પોલીસને પડકાર ખુલ્લેઆમ ફેંકી રહ્યા છે. ત્યારે આવા અસામાજિક ત્તત્વો સામે પોલીસ ક્યારે કડક પગલા લે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube