લાલુ દોષી : કોર્ટમાંથી સીધા જશે જેલ, 3 જાન્યુઆરીએ ફટકારાશે સજા

આ મુદ્દે આરોપી એવા બિહારનાં બે પુર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને જગન્નાથ મિશ્ર રાંચી પહોંચી ગયા હતા

Updated By: Dec 23, 2017, 03:57 PM IST
લાલુ દોષી : કોર્ટમાંથી સીધા જશે જેલ, 3 જાન્યુઆરીએ ફટકારાશે સજા
લાલુ પ્રસાદ યાદવ (ફાઇલ ફોટો)

રાંચી : ચારા ગોટાળાનાં એક કેસમાં શનિવારે (23 ડિસેમ્બરે) રાંચીમાં સીબીઆઇની ખાસ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આપી દીધો છે. આ મુદ્દે આરોપી એવા બિહારનાં બે પુર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને જગન્નાથ મિશ્ર રાંચી પહોંચી ગયા હતા. કોર્ટે આ કેસમાં જગન્નાથ મિશ્રને તો નિર્દોષ જાહેર કર્યા છે પણ લાલુને દોષી કરાર આપી દીધો છે. કોર્ટના આ ચૂકાદાને પગલે લાલુ પ્રસાદને કોર્ટમાંથી સીધા રાંચી જેલમાં લઈ જવામાં આવશે અને તેમને 3 જાન્યુઆરીએ સજા ફટકારવામાં આવશે. આ મામલો  950 કરોડ રૂ. ચારા ગોટાળા સાથે જોડાયેલો છે જેમાં દેવઘર ટ્રેઝરીમાંથી 89,27,00,000 રૂ. ગેરકાયદેસર રીતે ઉપાડવાનો મામલો છે. બીજી તરફ ચારા ગોટાળાનાં ચુકાદા પહેલા રાજદ સુપ્રીમ લાલુ યાદવે જણાવ્યું કે, અમે ન્યાયીક વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવીએ છીએ અને તેનો આદર કરીએ છીએ. ભાજપનાં ષડયંત્રને સફળ નહી થવા દઇએ. જેવું 2જીમાં થયુ. અશોક ચવાણનું થયું તેવું જ મારા કેસમાં પણ થશે. રાંચી પહોંચ્યા બાદ લાલુ યાદવે કેન્દ્ર સરકાર પર ભડાશ કાઢી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સી તેને તથા તેનાં પુત્રને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. લાલુએ કહ્યું કે તેને ન્યાયી પ્રક્રિયા પર સંપુર્ણ ભરોસો છે. 

લાલુપ્રસાદ યાદવ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રા સહિત વિદ્યાસાગર નિષાદ, આર.કે.રાણા, ધ્રુવ ભગત, મહેશ પ્રસાદ અને બેક જુલિયસ વગેરેનો આરોપીઓમાં સમાવેશ થતો હતો. આ પહેલા ચાઇબાસા ટ્રેઝરીમાંથી 37 ,70,00,000 રૂ. ગેરકાયદેસર રીતે કાઢવા માટે આ તમામ આરોપીઓને સજા થઈ ચૂકી છે. લેટેસ્ટ મામલામાં રાંચીમાં સીબીઆઇનાં ખાસ ન્યાયાધીશ શિવપાલસિંહની કોર્ટ ચુકાદો આપશે. કોર્ટે તમામ આરોપીઓને ફરજીયાત હાજર રહેવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુદ્દે દોષીત જાહેર થયેલા આરોપીઓને 2થી 7 વર્ષ સુધી કેજની સજા થઇ શકે છે. 

દેવઘર કોષાગારમાંથી ગેરકાયદેસર રીતે પૈસા કાઢવા બાબતે રાંચીમાં સીબીઆઇની ખાસ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. 1990થી 1994 વચ્ચે દેવઘર ટ્રેઝરીમાંથી 84.53 લાખની ગેરકાયદેસર રીતે રોકડ ઉપાડવામાં આવી હતી. આ દરમિયાન જગન્નાથ મિશ્ર અને લાલુ યાદવ બિહારનાં મુખ્યમંત્રી હતા. 1995માં CAGનાં રિપોર્ટ બાદ તપાસ ચાલુ કરવામાં આવી.

15 મે 1996એ સીબીઆઇએ જગન્નાથ મિશ્રા અને લાલુ પર કેસ દાખલ કર્યો. કુલ 34 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. 28 ઓક્ટોબર 1997એ સીબીઆઇએ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. ઓક્ટોબર 2013માં લાલુ પ્રસાદ આ જ કૌભાંડ સદર્ભમાં જેલમાં ગયા હતાં. કોર્ટે તેમને દોષિત ઠરાવી પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સાથે લાલુપ્રસાદનું સંસદ સભ્યપદ રદ કરી દેવાયું હતું અને 11 વર્ષ સુધી ચૂંટણી લડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. કૌભાંડમાં સંડોવાયેલા સાત આરોપીઓ મૃત્યુ પામ્યા છે. એક આરોપીએ ગુનાની કબુલાત કરી હતી અને એકને કોર્ટ છોડી મુક્યો હતો.