Parliament Canteen Subsidy: સંસદની કેન્ટીનમાં હવે નહીં મળે ભોજન પર સબ્સિડી, ઓમ બિરલાએ કરી જાહેરાત
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યુ કે, સાંસદો તથા અન્ય લોકોના ભોજન પર મળનારી સબ્સિડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભોજનમાં મળતી સબ્સિડી ખતમ કરવાને લઈને બે વર્ષ પહેલા માંગ ઉઠી હતી. લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં તમામ દળોના સભ્યોએ એકમત થઈ તેને ખતમ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સંસદ ભવન પરિસરની કેન્ટીનમાં હવે સાંસદોને સબ્સિડી વાળુ ભોજન મળશે નહીં. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla) એ મંગળવારે કહ્યુ કે, સંસદની કેન્ટીનમાં સાંસદોને ભોજન પર મળતી સબ્સિડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યુ કે, સાંસદો તથા અન્ય લોકોના ભોજન પર મળનારી સબ્સિડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભોજનમાં મળતી સબ્સિડી ખતમ કરવાને લઈને બે વર્ષ પહેલા માંગ ઉઠી હતી. લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં તમામ દળોના સભ્યોએ એકમત થઈ તેને ખતમ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. હવે કેન્ટીનમાં મળનાર ભોજન નક્કી ભાવ પ્રમાણે મળશે. સાંસદ હવે વસ્તુની કિંમત પ્રમાણે ચુકવણી કરશે. સંસદની કેન્ટીનને વાર્ષિક આશરે 17 કરોડ રૂપિયાની સબ્સિડી આપવામાં આવતી હતી. જાણકારી પ્રમાણે કેન્ટીનના ભાવ લિસ્ટમાં ચિકન કરી 50 રૂપિયામાં તો વેજ થાળી 35 રૂપિયામાં આપવામાં આવતી હતી. તો થ્રી કોર્સ લંચની કિંમત 106 રૂપિયા હતી. વાત કરીએ સાઉથ ઈન્ડિયન ફૂડની તો સંસદની પ્લેટમાં ડોસા માત્ર 12 રૂપિયામાં મળે છે. એક આરટીઆઈના જવાબમાં 2017-18માં આ ભાવ લિસ્ટ સામે આવ્યું હતું.
Amid COVID19 pandemic, Budget Session will commence from Jan 29. Rajya Sabha will sit from 9am to 2pm and Lok Sabha will sit be from 4 pm to 9 pm. Zero Hour and Question Hour will be held. MPs have been requested to undergo RT-PCR test: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/Den2RfSX8a
— ANI (@ANI) January 19, 2021
Food subsidy at Parliament canteen has been completely removed: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/XB0NB5PbCb
— ANI (@ANI) January 19, 2021
તમામ સાંસદોને કોરોના ટેસ્ટ કરાવવાની વિનંતી કરવામાં આવશેઃ બિરલા
બિરલાએ આ સાથે જણાવ્યુ કે, સંસદનું સત્ર શરૂ થતા પહેલા બધા સાંસદોને કોરોના ટેસ્ટ કરાવવાની વિનંતી કરવામાં આવશે. 29 જાન્યુઆરીથી શરૂ થનાર સંસદના સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સવારે નવ કલાકથી બપોરે 2 કલાક સુધી ચાલશે. લોકસભાની કાર્યવાહી સાંજે ચારથી રાત્રે આઠ કલાક સુધી ચાલશે. તેમના અનુસાર, સાંસદોના આવાસ નજીક તેમના આરટી-પીસીઆર કોવિડ-19 ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
બિરલાએ કહ્યુ કે, સંસદ પરિસરમાં 27/28 જાન્યુઆરીએ આરટી-પીસીઆર તપાસ કરવામાં આવશે. તેમાં સાંસદોના પરિવાર, કર્મચારીઓના ટેસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર, રાજ્ય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ રસીકરણ અભિયાન નીતિ સાંસદો પર પણ લાગૂ થશે. સંસદ સત્ર દરમિયાન પૂર્વ નિર્ધારિત એક કલાકના પ્રશ્નકાળની મંજૂરી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે