અસમના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા તરૂણ ગોગોઈનું નિધન

અસમ કોંગ્રેસના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી તરૂણ ગોગોઈનું નિધન થયુ છે. મહત્વનું છે કે તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.   

Updated By: Nov 23, 2020, 06:20 PM IST
અસમના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા તરૂણ ગોગોઈનું નિધન

ગુવાહાટીઃ અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈનું નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. અસમના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ગોગોઈને બે નવેમ્બરે જીએમસીએચમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ બગડવા પર તેમને શનિવારની રાત્રે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મહત્વનું છે કે 25 ઓક્ટોબરે ગોગોઈ કોરોનાથી સંક્રમિત થયા હતા. 
 

86 વર્ષની ઉંમરે નિધન
અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ 86 વર્ષના હતા. તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. તેમને ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સોમવારે અંતિમ શ્વાસ લીધા. મહત્વનું છે કે તેમની સ્થિતિ પહેલાથી નાજુક હતી. તેઓ 2001થી વર્ષ 2016 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. 

86 વર્ષની ઉંમર પાર કરી ચુકેલા વરિષ્ઠ કોંગ્રેસ નેતાની દેખરેખ નવ ડોક્ટરોની એક ટીમ કરી રહી હતી. તેઓ વેન્ટિલેટર પર હતા. ગોગોઈના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. પરંતુ તેમના મગજને કેટલાક સંકેત મળી રહ્યા હતા, આંખો ચાલી રહી હતી અને પેસમેકર લગાવ્યા બાદ તેમનું દિલ કામ કરી રહ્યુ હતું. આ સિવાય ગોગોઈના બધા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. ગોગોઈનું રવિવારે છ કલાક સુધી ડાયલિસિસ થયુ હતુ. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube