અમદાવાદ: કોરોના વિસ્ફોટ છતા પણ લોકોની નિયમો બાબતે આનાકાની, વસુલાયો 7 કરોડનો દંડ

શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે. જેને કાબુ કરવા માટે સરકાર દ્વારા 57 કલાકના સળંગ કર્ફ્યૂ બાદ હવે રાત્રી કર્ફ્યૂનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ ઉપરાંત જે પ્રકારે દર્દીઓ આવી રહ્યા છે તેના કારણે સ્થિતી પણ વિપરિત થઇ રહી છે. તેવામાં નાગરિકોને પણ પોતાની જવાબદારી સમજીને વર્તવા માટે સરકાર અને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. 
અમદાવાદ: કોરોના વિસ્ફોટ છતા પણ લોકોની નિયમો બાબતે આનાકાની, વસુલાયો 7 કરોડનો દંડ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે. જેને કાબુ કરવા માટે સરકાર દ્વારા 57 કલાકના સળંગ કર્ફ્યૂ બાદ હવે રાત્રી કર્ફ્યૂનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ ઉપરાંત જે પ્રકારે દર્દીઓ આવી રહ્યા છે તેના કારણે સ્થિતી પણ વિપરિત થઇ રહી છે. તેવામાં નાગરિકોને પણ પોતાની જવાબદારી સમજીને વર્તવા માટે સરકાર અને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. 

માસ્ક ન પહેરવાં મામલે શહેરીજનો એ અત્યાર સુધી ભર્યો રૂ.7 કરોડથી વધુ દંડ વસુલવામાં આવ્યો છે. નિયમ અમલમાં આવ્યાથી અત્યાર સુધી 4.82 લાખથી વધુ લોકો દંડાયા હતા. Amc ની વિવિધ ટીમો શહેરમાં ફરી રહી છે અને બેપરવાહ થઇને ફરી રહ્યા હોય તેમની પાસેથી વસુલ્યો લોકો પાસેથી દંડ. 

હજીપણ amc દ્વારા કરાઈ રહી છે માસ્ક ન પહેરવા મામલે કામગીરી. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થિતી વિપરિત હોવા છતા પણ કેટલાક લોકો માસ્ક પહેરવા જેવા સામાન્ય નિયમને પણ પાળતા નથી. જો કે દંડ વસુલનારા અધિકારીઓએ જપણ જણાવ્યું કે, અમારો હેતુ દંડ ઉઘરાવવાનો નહિ પરંતુ લોકોમાં જાગૃતતા લાવવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news