35 વર્ષ જૂના જૂતા 4.59 કરોડમાં વેચાણ, જાણો શું છે કારણ

એનબીએ દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી માઇકલ જોર્ડન (Michael Jordan)એ જે જૂતા પહેરીને મેચ રમી હતી, તે ઓનલાઇન હરાજીમાં 61,5000 અમેરિકી ડોલર (4 કરોડ 59 લાખ રૂપિયા)માં વેચાયા છે. 

35 વર્ષ જૂના જૂતા 4.59 કરોડમાં વેચાણ, જાણો શું છે કારણ

લંડન: એનબીએ દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી માઇકલ જોર્ડન (Michael Jordan)એ જે જૂતા પહેરીને મેચ રમી હતી, તે ઓનલાઇન હરાજીમાં 61,5000 અમેરિકી ડોલર (4 કરોડ 59 લાખ રૂપિયા)માં વેચાયા છે. સ્ટેડિયમ ગુડ્સની સાથે ભાગીદારીમાં ક્રિસ્ટી ઓક્શને ઓરિજનલ એરના નામે તેની હરાજી કરી. આ જૂતા 'એર જોર્ડન 1'ના છે, જેને શિકાગો બુલ્સ ( Chicago Bulls)ના સ્ટાર જોર્ડને 1985માં એક પ્રદર્શની મેચમાં પહેર્યા હતા. 

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે જોર્ડને પોતના 14 વર્ષન કેરિયર દરમિયાન, જેટલા પણ જૂતા હતા, તે તમામ 9 જોડી જૂતાની હરાજી થઇ ચૂકી ચેહ અને ક્રિસ્ટીએ તેની હરાજી કરી છે. ક્રિસ્ટીએ કહ્યું કે 'જૂતા એક સમયે રજૂ કરવામાં આવેલા ઐતિહાસિક માઇકલ જોર્ડનના જૂતાનું સૌથી મોટું કલેક્શન હતું.'

જૂનમાં જોર્ડન અને નાઇકીના સ્વામિત્વવાળા જોર્ડન બ્રાંડે જાહેરાત કરી હતી કે તે વંશીય સમાનતા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સંગઠનોને 10 કરોડનું દાન આપશે. માઇકલ જોર્ડન દુનિયાના સૌથી જાણિતા બાસ્ટેકબોલ ખેલાડીમાંથી એક રહ્યા છે. તેમણે નિવૃતિના ઘણા વર્ષ થઇ ગયા બાદ પણ તેમના પ્રશંસકોની સંખ્યામાં કોઇ ઘટાડો થયો નથી. એટલા માટે જ તેમના સામાનને ખરીદવાની હોડ લાગી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news