દેશના પૂર્વ ગૃહમંત્રી Boota Singh નું નિધન, PM Modiએ વ્યક્ત કર્યુ દુખ

દેશના પૂર્વ ગૃહમંત્રી બૂટા સિંહનું આજે વહેલી સવારે દિલ્હીમાં નિધન થઇ ગયું છે. બૂટા સિંહની ઉંમર 86 વર્ષ હતી. પીએમ મોદીએ બૂટા સિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. કોંગ્રેસ નેતા બૂટા સિંહ 8 વખત લોકસભાના સભ્ય રહ્યા હતા. 

દેશના પૂર્વ ગૃહમંત્રી Boota Singh નું નિધન, PM Modiએ વ્યક્ત કર્યુ દુખ

નવી દિલ્હી: દેશના પૂર્વ ગૃહમંત્રી બૂટા સિંહનું આજે વહેલી સવારે દિલ્હીમાં નિધન થઇ ગયું છે. બૂટા સિંહની ઉંમર 86 વર્ષ હતી. પીએમ મોદીએ બૂટા સિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. કોંગ્રેસ નેતા બૂટા સિંહ 8 વખત લોકસભાના સભ્ય રહ્યા હતા. 

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા બૂટા સિંહ (Buta Singh)ને રાજીવ ગાંધીના ખાસ ગણવામાં આવતા હતા. કેન્દ્રમાં કોંગ્રેસની અલગ-અલગ સરકાર દરમિયાન તેમણે ગૃહમંત્રી, રેલમંત્રી સહિત ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. તે બિહારના પૂર્વ રાજ્યપાલ પણ રહ્યા હતા. બૂટા સિંહ રાજસ્થાનથી કોંગ્રેસના સાંસદ પણ રહ્યા હતા. તે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ પણ રહ્યા. 

પૂર્વ ગૃહમંત્રી અને દિગ્ગજ દલિત નેતા બૂટા સિંહે લીધી વિદાય
વરિષ્ઠ કોંગ્રેસી નેતા બૂટા સિંહ લાંબા સમયથી બિમાર હતા. તેમણે ઓક્ટોબરમાં બ્રેન હેમરેજ બાદ એમ્સ (All India Institute of Medical Sciences)માં ભરતી કરાવવામાં આવ્યા હતા. આ દરમિયના 2 જાન્યુઆરી (શનિવાર)ને તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તેમણી ઓળખ પંજાબના મોટા દલિત નેતા તરીકે હતી. બૂટા સિંહ કોંગ્રેસની ઘણી સરકારોનો ભાગ રહ્યા. રાજીવ ગાંધી સરકારમાં તેમને ગૃહમંત્રીની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.  

સિખ વિરોધી રમખાણો બદલી સીટ, ફરીથી નોંધાઇ હતી જીત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા 1967થી સતત પંજાબના રોપડથી ચૂંટણી લડતા હતા. જોકે 1984માં રંગ બદલ્યો હતો ઓપરેશન બ્લૂ સ્ટાર અને 84 ના સિખ વિરોધી રમખાણો. આ દરમિયાન પંજાબમાં ચૂંટણીની સ્થિતિ ન હતી. એવામાં રાજીવ ગાંધીએ તે સમયે બૂટા સિંહને પંજાબના રાજસ્થાન મોકલી દેવામાં આવ્યા હતા. મારવાડના વિસ્તાર અને જાલોરની સુરક્ષિત સીટ પર બૂટા સિંહને ત્યારથી સરળતાથી જીત નોંધાવી હતી. આ વખતે તે બે વર્ષ સુધી કૃષિ મંત્રી અને પછી ગૃહમંત્રીનું પદ સંભાળતા રહ્યા.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news