મધ્યપ્રદેશમાં દલિત આંદોલનનાં જવાબમાં સવર્ણો રસ્તા પર ઉતર્યા: ઇન્ટરનેટ સેવા બંધ
મધ્યપ્રદેશમાં સવર્ણ સંગઠનોએ 10 એપ્રીલે આંદોલન આહ્વાહિત કરતા ઇન્ટરનેટ સેવા, શાળા કોલેજો બંધ કરવા આદેશ
- દલિતોનાં ભારત બંધની વિરુદ્ધ એમપીનાં સવર્ણો કરશે આંદોલન
- ગ્લાલિયર, ભિંડ અને મુરૈનાં જિલ્લાનાં શાળાઓમાં રજા જાહેર
- ગ્વાલિયર, ભિંડ અને મુરૈના જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ
Trending Photos
ભોપાલ : એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમને કથિત રીતે શિથિલ કરવાનાં વિરોધમાં 2 એપ્રીલે દલિત સંગઠનો દ્વારા આહ્વાહિત રાષ્ટ્રવ્યાપી આંદોલનનાં વિરોધમાં મધ્યપ્રદેશનાં સવર્ણોએ રસ્તા પર ઉતરવાનો નિર્ણય લીધો છે. કોઇ પણ સંભવિત હિંસાને ધ્યાને રાખીને મધ્યપ્રદેશનાં કેટલાક જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સાથે જ શાળામાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. સવર્ણ સંગઠનોએ 10 એપ્રીલ (મંગળવાર)ના રોજ આંદોલન આહ્વાહિત કર્યું છે.
બે એપ્રીલે દલિતોનાં આંદોલન દરમિયાન ગ્વાલિયર, ભિંડ અને મુરૈનાં જિલ્લામાં થયેલી હિંસક ઘટનાઓમાં 8 લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઘટનાથી શીખતા રાજ્ય સરકારનાં આદેશ બાદ આ વખતે આ જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા 10 એપ્રીલે રાત્રે 12 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. સવર્ણ સંગઠનોનાં આહૂત પ્રદર્શનને ધ્યાને રાખીને તંત્રએ કમર કસી લીધી છે.
સોમવારે મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી ભુપેન્દ્રસિંહે અધિકારીઓ સાથે મુલાકાત અને ચર્ચા કરી હતી. તંત્ર દ્વારા ગ્વાલિયર, ભિંડ અને મુરૈનાનાં તંત્રએ શાળા-કોલેજોમાં 10 એપ્રીલે રજા જાહેર કરી દીધી છે. સાથે જ ભીંડમાં સોમવારે રાત્રે આખો દિવસ કર્ફ્યું લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્વાલિયરમાં ઇન્ટરનેટ સેવા રવિવારે રાત્રે11 વાગ્યાથી મંગળવારે રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે. મુરૈનામાં સોમવારો બપોરે 2 વાગ્યાથી ઇન્ટરનેટ સેવા બંધ રહેશે.
પોલીસે અટકાયત ચાલુ કરી
સવર્ણોનાં આંદોલન દરમિયાન કોઇ પણ સંભવીત હિંસા અટકાવવા માટે પોલીસ તંત્રએ તૈયારીઓ ચાલુ કરી દીધી છ. 2 એપ્રીલે થયેલી હિંસાના મુદ્દે માત્ર મુરૈનામાં અત્યાર સુધી 61 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જ્યારે આશરે 800 લોકોની વિરુદ્ધ કેસ દાખલ થયેલો છે. આ સાથે જ વિસ્તારમાં દબંગની છબી ધરાવતા લોકોની અટકાયત કરવામાં આવી છે. ગૃહમંત્રીએ કહ્યું કે, 10 એપ્રીલે બંધની કોઇ અધિકૃત સંગઠન દ્વારા જાહેરાત કરવામાં નથી આવી, જો કે સોશ્યલ મીડિયા પર કેટલાક ક્ષેત્રોમાં કુપ્રચાર કરવામાં આવી રહ્યો છે. અમે એલર્ટ પર છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે