અત્યંત આઘાતજનક; 4 વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ, આરોપી સાડા ચાર વર્ષનો

ચાર વર્ષની એક બાળકીની માતાએ આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રીને તેના જ ક્લાસમાં ભણતા બાળકે ખોટી રીતે સ્પર્શ કર્યો છે. ઘટના થોડા દિવસ પહેલાની છે. અને તેના બીજા દિવસે પરિવારે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે જણાવ્યું કે બાલકી જ્યારે શાળાએથી ઘરે ગઈ ત્યારે ગુપ્તાંગોમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેની સાથે શારીરિક છેડછાડની પુષ્ટિ કરી. 

અત્યંત આઘાતજનક; 4 વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ, આરોપી સાડા ચાર વર્ષનો

નવી દિલ્હી: ચાર વર્ષની એક બાળકીની માતાએ આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રીને તેના જ ક્લાસમાં ભણતા બાળકે ખોટી રીતે સ્પર્શ કર્યો છે. ઘટના થોડા દિવસ પહેલાની છે. અને તેના બીજા દિવસે પરિવારે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે જણાવ્યું કે બાળકી જ્યારે શાળાએથી ઘરે ગઈ ત્યારે ગુપ્તાંગોમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેની સાથે શારીરિક છેડછાડની પુષ્ટિ કરી. 

બાળકીની માતાનો આરોપ છે કે તેમણે શાળાના અધિકારીઓને જાણકારી આપી પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી નહીં. માતાની ફરિયાદના આધારે પોલીસે દ્વારકા(દક્ષિણ) પોલીસ સ્ટેશનમાં કાયદાની સંગલ્ન જોગવાઈઓ અંતર્ગત મામલો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે કથિત બેદરકારીના મામલે શાળા પ્રશાસન પર મામલો નોંધવામાં આવ્યો છે. 

દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધતા ચાડા ચાર વર્ષના બાળકને રેપનો આરોપી બનાવ્યો છે. આ અગાઉ બાળકીના પરિજનોએ પહેલા દ્વારકા સાઉથ પોલીસ સમક્ષ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ મામલો નોંધાવ્યો. પીડિત બાળકીની કાઉન્સિલિંગ કરાવવામાં આવી છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. 

શું છે મામલો?

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ બાળકી દ્વારકાની જાણીતી શાળાની નર્સરીમાં ભણે છે. પહેલા જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તેની માતાને તેણે જણાવ્યું કે ગુપ્તાંગોમાં દુખાવો થાય છે. પહેલા તો માતાએ બાળકીની વાતોને ગંભીરતાથી  લીધી નહીં. પરંતુ બીજા દિવસે જ્યારે બાળકી રાતે રોવા માંડી ત્યારે માતાએ પૂછતા તેણે સમગ્ર ઘટના જણાવી. તેણે માતાને જણાવ્યું કે તેની સાથે ભણતા એક છોકરાએ તેની સાથે ખોટી હરકત કરી છે. આ સાંભળીને માતા સ્તબ્ધ થઈ ગઈ. ત્યારબાદ પરિવાર બાળકીને ડોક્ટર પાસે લઈ ગયાં. જ્યાં તેની સારવાર કરવામાં આવી. ત્યારબાદ તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાઈ અને માલુમ પડ્યું કે તેના ગુપ્તાંગો સાથે છેડછાડ કરવામાં આવી છે.

શાળામાં ફરિયાદ

બાળકીની માતાએ ત્યારબાદ ઘટનાની જાણકારી શાળાના ટીચરને મેસેજ કરીને આપી. તેમને કહેવામાં આવ્યું કે શાળામાં આવીને ફરિયાદ નોંધાવો. તે લેખિત ફરિયાદ લઈને શાળામાં ગઈ. પરંતુ માતાનો આરોપ છે કે તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં ન આવી અને બાળક અંગે જાણકારી આપવાનો પણ ઈન્કાર કરી દેવામાં આવ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news