NMC એ પોતાના જ નિર્ણય પર લગાવી રોક, ડોક્ટર જેનેરિક ઉપરાંત અન્ય દવાઓ પણ લખી શકશે
રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (NMC) એ હાલમાં જ ડોક્ટરો માટે જેનેરિક દવાઓ લખવાનું ફરજિયાત કર્યું હતું. પરંતુ હવે આયોગે આ નિર્ણય પર તત્કાળ પ્રભાવથી રોક લગાવી દીધી છે. હવે ડોક્ટરો જેનેરિક દવાઓ ઉપરાંત અન્ય દવાઓ પણ પ્રિસ્ક્રાઈબ કરી શકશે.
Trending Photos
રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (NMC) એ હાલમાં જ ડોક્ટરો માટે જેનેરિક દવાઓ લખવાનું ફરજિયાત કર્યું હતું. પરંતુ હવે આયોગે આ નિર્ણય પર તત્કાળ પ્રભાવથી રોક લગાવી દીધી છે. હવે ડોક્ટરો જેનેરિક દવાઓ ઉપરાંત અન્ય દવાઓ પણ પ્રિસ્ક્રાઈબ કરી શકશે. આ મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે સંપર્ક કર્ય હતો, ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે.
વાત જાણે એમ છે કે ડોક્ટર્સ NMC ના આરએમપી રેગ્યુલેશન 2023 નો વિરોધ કરતા કહ્યું હતું કે ભારતમાં જેનેરિક દવાઓની ગુણવત્તા યોગ્ય નથી અને આ પ્રકારના નિયમોથી દર્દીનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે.
અત્રે જણાવવાનું કે એનએમસીએ નવા નિયમો બહાર પાડ્યા હતા જેમાં તમામ ડોક્ટરો માટે જેનેરિક દવાઓ લખવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આમ ન કરવા બદલ લાઈસન્સ રદ કરવાની પણ વાત કરાઈ હતી. આ નવા નિયમોમાં કહેવાયું હતું કે પ્રત્યેક RMP (રજિસ્ટર્ડ ચિકિત્સા વ્યવસાયી)એ સ્પષ્ટ રીતે લખાયેલી જેનેરિક નામોનો ઉપયો કરીને દવાઓ લખવી જોઈએ.
એ પણ કહેવાયું હતું કે જો નિયમોનો ભંગ થયો તો ડોક્ટરને નિયમો વિશે વધુ સાવધાનવ રહેવાની ચેતવણી આપી શકાય છે કે નૈતિકતા, વ્યક્તિગત અને સામાજિક સંબંધો તથા પ્રોફેશનલ ટ્રેનિંગ પર એક વર્કશોપ કે એકેડેમિક કાર્યક્રમમાં ભાગ લેવાનો નિર્દેશ આપી શકાય છે.
બ્રાન્ડેડની સરખામણીમાં સસ્તી હોય છે જેનેરિક દવાઓ
એનએમસીએ જેનેરિક મેડિસિનને એક ડ્રગ પ્રોડક્ટ તરીકે પરિભાષિત કરી છે. બ્રાન્ડેડ જેનેરિક દવાઓ એ છે જે પેટન્ટથી બહાર થઈ ચૂકી છે અને દવા કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. વિભિન્ન કંપનીઓના બ્રાન્ડ નામો હેઠળ વેચવામાં આવે છે. આ દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ એડિશનની સરખામણીમાં ઓછી મોંઘી હોઈ શકે છે. પરંતુ દવાના થોક નિર્મિત જેનેરિક એડિશનની સરખામણીમાં મોંઘી હોઈ શકે છે. બ્રાન્ડેડ જેનેરિક દવાઓની કિંમતો પર નિયામક નિયંત્રણ ઓછુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે