અટલજી હંમેશા અલગ-અલગ વિચારધારાઓને એકસાથે લઈને ચાલ્યાઃ ગુલામ નવી આઝાદ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સોમવારે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. 

 અટલજી હંમેશા અલગ-અલગ વિચારધારાઓને એકસાથે લઈને ચાલ્યાઃ ગુલામ નવી આઝાદ

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીના નિધન પર રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સોમવારે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોકસભાને સંબોધિત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, અટલજીએ તમામને સાથે લઈને ચાલવાને ધ્યેય બનાવ્યો હતો. તેઓ જ્યાં સુધી જીવિત રહ્યાં તો તેમણે પ્રયત્ન કર્યો કે તમામને સાથે લઈને ચાલે. તેમણે કહ્યું કે, આજે તેમના નિધને તમામ વિચારધારાના લોકોને એક જગ્યાએ ભેગા કર્યાં છે. તેમણે કહ્યું કે, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના નેતા અહીં અટલજીને શ્રદ્ધાંજલિ આપવા હાજર છે. ખૂબ ઓછા લોકો તેવા હોય છે કે પોતાના મોત બાદ પણ અંતર ઓછુ કરે છે. 

વિદ્યાર્થી જીવનથી અટલજીને સાંભળતા હતા
તેમણે કહ્યું કે, જ્યારે હું વિદ્યાર્થી હતો તો અટલજી જમ્મૂમાં આવતા હતા. પોતાની પાર્ટી સિવાય અન્ય કોઈનું ભાષણ સાંભળ્યું તો તે અટલજી હતા. તેમના શબ્દો અલગ હતા. વાત કરવાની રીત અલગ હતી. આઝાદે કહ્યું કે, અટલજી ગમે તેટલી કડવી વાત પણ કરે તો પણ કોઇ વિપક્ષને ક્યારેય ખોટુ લાગતું ન હતું. તેમની દરેક વાત મીઠી લાગતી હતી. 

તેમણે કહ્યું કે, મને પાંચ વર્ષ તેમની સાથે કામ કરવાની તક મળી હતી. 1991-96 સુધી વિપક્ષના નેતા હતા અને હું સંસદીય કાર્ય મંત્રી હતો. અમારી દિવસમાં ઘણીવાર મુલાકાત થતી હતી. તેમણે કહ્યું કે, હું મારી અને મારી પાર્ટી તરફથી અટલજીને શ્રદ્ધાંજલિ આપુ છું. દેશ અને દેશવાસિઓ માટે કામ કરવાને કારણે અટલ બિહારી વાજપેયીને હંમેશા યાદ રાખવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news