Lk advani News

અડવાણીને સાઈડટ્રેક કરીને અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડી શકે છે, રજૂઆત કરાઈ
લોકસભા બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ છે. આજે 3 લોકસભા બેઠકો બારડોલી, કચ્છ અને ગાંધીનગર માટે નિરિક્ષકોએ સેન્સ લીધું, ત્યારે હવે ગાંધીનગર બેઠક ભાજપના ગઢ સમાન બેઠક છે. જ્યાં અત્યાર સુધી તો પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે, ત્યારે આ બેઠક પર કયા દાવેદારો આવશે તેના પર સૌની નજર રહશે. પરંતુ ભાજપના સૂત્રો માની રહ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આ બેઠક પરથી ઝંપલાવી શકે તેમ છે. આ બેઠક પર હંમેશા રાષ્ટ્રીય નેતાઓ લડતા રહ્યા છે, ત્યારે આ વખતે લાલકૃષ્ણ અડવાણી લડશે કે પછી અમિત શાહ જેવા દિગ્ગજ નેતા તે જોવાનું રહેશે. આ ચર્ચાઓ વચ્ચે ધારાસભ્ય કિશોર ચૌહાણે અમિત શાહના નામની રજૂઆત કરી છે.
Mar 16,2019, 15:02 PM IST
આ સાંસદોનું ચૂંટણીમાં પત્તુ કપાઈ શકે છે, ભાજપ અપનાવશે નો-રિપીટ થિયરી
લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે તમામ રાજકીયો પક્ષોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. કયો પક્ષ જીતશે, અને કેટલી સીટ મેળવશ તે વાત તો કોરાણે રહી, પણ હાલ તો કોને ટીકિટ મળશે અને કોનુ પત્તુ કપાશે તે ચર્ચાનો મુદ્દો છે. આ મુદ્દો હવે જનતામાં પણ ચર્ચાઈ રહ્યો છે કે તેમના મત વિસ્તારના ગત વખતે ચૂંટણી જીતેલા સાંસદ ફરી રિપીટ થશે કે પછી તેમન પક્ષ પડતુ મૂકશે. ત્યારે હાલ ભાજપની વાત કરીએ તો 2019ના આ ઈલેક્શનમાં અનેક સાંસદોની ટિકીટ કપાવાની શક્યતા છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીનું નામ ટોચ પર હોવાનું કહેવાય છે. 75 વર્ષની એજ લિમીટના ભાજપના ફેક્ટરની વાત કરીએ તો સૌથી પહેલા એલ.એ.અડવાણી જ લિસ્ટમાં આવે છે. ત્યારે આ સિવાય ભાજપમાં કેટલાક મહિલા સાંસદોની ટિકીટ પણ કપાવાની છે. 
Mar 13,2019, 14:21 PM IST

Trending news