J&K માટે જીસી મુર્મુ અને લદ્દાખના LG માટે રાધાકૃષ્ણ માથુરની પસંદગી કેમ થઈ? ખાસ છે કારણ 

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માંથી કલમ 370 હટાવ્યાં બાદ રાજ્યને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી દેવામાં આવ્યાં. હવે આ બંને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા ઉપરાજ્યપાલની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ગિરીશચંદ્ર મુર્મુને જમ્મુ અને કાશ્મીરની જ્યારે રાધાકૃષ્ણ માથુરને લદાખની જવાબદારી સોંપાઈ છે. રાધાકૃષ્ણ માથુર લદાખના પહેલા ઉપ રાજ્યપાલ હશે. આ બંને વરિષ્ઠ બ્યુરોક્રેટને મોદી સરકારે બહુ સમજી વિચારીને આ મહત્વની જવાબદારી સોંપી છે. આવો જાણીએ જમ્મુ અને કાશ્મીર તથા લદાખના લેફ્ટેનન્ટ ગવર્નર તરીકે શાં માટે આ બંને અધિકારીઓની જ પસંદગી થઈ.
J&K માટે જીસી મુર્મુ અને લદ્દાખના LG માટે રાધાકૃષ્ણ માથુરની પસંદગી કેમ થઈ? ખાસ છે કારણ 

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માંથી કલમ 370 હટાવ્યાં બાદ રાજ્યને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી દેવામાં આવ્યાં. હવે આ બંને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા ઉપરાજ્યપાલની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ગિરીશચંદ્ર મુર્મુને જમ્મુ અને કાશ્મીરની જ્યારે રાધાકૃષ્ણ માથુરને લદાખની જવાબદારી સોંપાઈ છે. રાધાકૃષ્ણ માથુર લદાખના પહેલા ઉપ રાજ્યપાલ હશે. આ બંને વરિષ્ઠ બ્યુરોક્રેટને મોદી સરકારે બહુ સમજી વિચારીને આ મહત્વની જવાબદારી સોંપી છે. આવો જાણીએ જમ્મુ અને કાશ્મીર તથા લદાખના લેફ્ટેનન્ટ ગવર્નર તરીકે શાં માટે આ બંને અધિકારીઓની જ પસંદગી થઈ.

ગિરીશચંદ્ર મુર્મુ (Girish Chandra Murmu)
ગિરીશચંદ્ર મુર્મુ મૂળ ઓડિશાના રહીશ છે. તેઓ 1985 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે અને પીએમ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. તેઓ અત્યારે નાણા મંત્રાલયમાં ખર્ચ વિભાગના સચિવ હતા. નવેમ્બર 1959માં જન્મેલા મુર્મુએ રાજનીતિક વિજ્ઞાનમાં પરાસ્નાતક સાથે એમબીએ પણ કર્યું છે. મુર્મુને પીએમ મોદીના નીકટના વિશ્વાસુ ગણવામાં આવે છે. મોદીના કાર્યકાળ દરમિયાન તેમને ગુજરાતમાં મહત્વની જવાબદારીઓ મળેલી હતી. 

જુઓ LIVE TV

રાધાકૃષ્ણ માથુર (Radha Krishna Mathur)
કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના પહેલા એલજી બનાવવામાં આવેલા રાધા કૃષ્ણ માથુર ત્રિપુરા કેડેરના 1977 બેચના સેવાનિવૃત્ત આઈએએસ અધિકારી છે અને નવેમ્બર 2018માં ભારતના CIC તરીકે સેવાનિવૃત્ત થયા હતાં. તેઓ 25 મે 2013ના રોજ આ પદ પર નિયુક્ત થયાના બે વર્ષ બાદ ભારતના રક્ષા સચિવ તરીકે રિટાયર થયા હતાં. માથુર ભારતના રક્ષા ઉત્પાદન સચિવ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સચિવ, અને ભારતના મુખ્ય સચિવ તથા ત્રિપુરાના મુખ્ય સચિવ પણ રહી ચૂક્યા છે. તેઓ આઈઆઈટી કાનપુરના વિદ્યાર્થી હતાં. તેમને રક્ષા મામલાઓની ઊંડી સમજ છે. કહેવાય છે કે તેમના અનુભવોને જોતા જ તેમને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ નવા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખની કમાન સોંપવામાં આવી છે. 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news