Weird Tradition: રિવાજ છે અટપટો, યુવક યુવતી પહેલા સાથે રહીને બાળકોને જન્મ આપે છે અને પછી લગ્ન કરે છે
તમને એમ થતું હશે કે આ વિદેશમાં કે દેશમાં અન્ય ઠેકાણે હશે પરંતુ આવું રાજસ્થાન ઉપરાંત આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે. આ જે જાતિ છે તેના લોકોમાં એવો રિવાજ છે કે સાંભળીને તમે પણ ચોંકી જશો. ખાસ જાણો આ વિગતો....
Trending Photos
તમને એમ થતું હશે કે આ વિદેશમાં કે દેશમાં અન્ય ઠેકાણે હશે પરંતુ આવું રાજસ્થાન ઉપરાંત આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે. આ જે જાતિ છે તેના લોકોમાં એવો રિવાજ છે કે સાંભળીને તમે પણ ચોંકી જશો. ખાસ જાણો આ વિગતો....
અમે આજે તમને જે જાતિ વિશે જણાવા જઈએ છે તે જાતિ કોઈ આફ્રિકાના જંગલની કે અમેઝોનના જંગલની નથી. આ જાતિ રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે. સામન્ય રીતે આ લોકોની માનસિકતા હોય છે કે આપણે જે રિવાજો વર્ષો પહેલા છોડી દીધા છે તેવા રિવાજો આ અમુક પ્રકારની જનજાતિના લોકો પાડતા હોય છે પરંતુ અહિં તમારી આ માનસિકતાને રદીયો મળવાનો છે.
આ જે જાતિ છે તેના લોકોમાં એવો રિવાજ છે કે સાંભળીને તમે પણ ચોંકી જશો. જ્યાં હાલ લિવ ઈન રીલેશનશિપ અંગે પણ ક્યાંકને ક્યાંક વિવાદો થતા રહે છે તેનામાં આ જનજાતિ પહેલા બાળકોને જન્મ આપી પછી લગ્ન કરવામાં માને છે. આવો જાણીએ આ જનજાતિ કેમ આ પ્રકારની પરંપરાનું પાલન કરે છે.
ક્યાંથી આવી આ પ્રથા?
તમને થતું હશે કે આ જાતિમાં આવી આધુનિક પ્રથા કોણ લાવ્યું હશે? એવું માનવામાં આવે છે કે આ સમુદાયના 4 ભાઈઓ હતા તેમાંથી 3 ભાઈઓના લગ્ન થઈ ગયા હતા પરંતુ એક પણ ભાઈને પુત્ર ન હતો. ચોથો ભાઈ યુવતી સાથે લગ્ન વગર રહેવા લાગ્યો અને તેને ચોથા ભાઈથી પુત્ર પ્રાપ્તિ થતા આ પરંપરા શરૂ થઈ. આ જાતિના લોકો આ પ્રથાને 'દાપા પ્રથા' કહે છે. આ પ્રથા હેઠળ, જ્યારે પણ લગ્ન થાય છે, ત્યારે તેનો તમામ ખર્ચ વરરાજા ઉઠાવે છે. અને વરરાજા જ લગ્નની જગ્યા નક્કી કરે છે.
મેળામાં જીવનસાથીની થાય છે પસંદગી
યુવતીઓને પોતાના માટે યુવક પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. આ માટે 2 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. અહીં તે પોતાની પસંદના યુવકને લઈને ભાગી જાય છે. પછી પાછા ફર્યા પછી, તેઓ લગ્ન વિના સાથે રહેવાનું શરૂ કરે છે. પરિવારને આ વાતથી કોઈ વાંધો નથી હોતો. યુવકના પરિવારના સભ્યો યુવતીના પરિવારને થોડા રૂપિયા પણ આપે છે. દંપતી પર લગ્ન માટે કોઈ દબાણ નથી અને તેઓ આ સંબંધમાંથી બાળકો પણ પેદા કરે છે. જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી તેઓ લગ્ન વિશે વિચારતા નથી, પરંતુ એવું પણ નતી કે બાળક થઈ ગયા પછી લગ્ન કરી જ લેવા. જો યુવક યુવતી લગ્ન કરવા ના ઈચ્છતા હોય તો તે ન પણ કરે .
અન્ય જીવનસાથી પસંદ કરવાની પણ છે સ્વતંત્રતા
આ જનજાતિના લોકો એટલા આધુનિક છે કે યુવતી કે યુવત પર કોઈ પ્રકારનું દબાણ હોતું નથી. જો યુવક-યુવતી લગ્ન કરે અને તે પછી તે સાથે રહેવા ના માગતા હોય તે છૂટા થઈ શકે છે. શરત માત્રા એટલી હોય છે જુના વરે જેટલા રૂપિયા આપ્યા હોય તેના કરતા વધુ રૂપિયા આપવા પડે છે. બીજા યુવક સાથે ગયા પછી પણ લગ્નનું દબાણ હોતું નથી. યુવતી બીજા યુવક સાથે પણ બાળકો પેદા કરીને લગ્ન કરી શકે છે. આ જનજાતિમાં મોટા ભાગના લોકો લગ્ન વગર આ જીવન સાથે રહેતા હોય છે અને તેના પુત્ર-પુત્રીઓ મોટા થઈ જાય પછી વૃદ્ધ થયા પછી કરે છે લગ્ન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે