પેટ્રોલ બાદ CNG અને વિજળી પણ થઇ શકે છે મોંઘી, સરકારે પ્રાકૃતિક ગેસના ભાવ 10% વધાર્યા

પેટ્રોલ અને ડીઝલની કિંમત ઉછળ્યા બાદ સરકારે સ્થાનિક પ્રાકૃતિક ગેસના ભાવ 10% વધારવાની જાહેરાત કરી છે

પેટ્રોલ બાદ CNG અને વિજળી પણ થઇ શકે છે મોંઘી, સરકારે પ્રાકૃતિક ગેસના ભાવ 10% વધાર્યા

નવી દિલ્હી : માર્ગ પર ચાલવું પણ હવે મોંઘુ થઇ શકે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઉછળ્યા બાદ સરકારે પ્રાકૃતિક ગેસના ભાવમાં 10 %ના વધારાની જાહેરાત કરી છે. આ વધારો એક ઓક્ટોબરથી લાગુ થશે. સરકારના આ પગલાને કારણે સીએનજીની કિંમતમાં વધારો થઇ શકે છે. જ્યારે વિદ્યુત અને યુરિયા ઉત્પાદનની પડતરમાં પણ વધારો થશે. પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષણ સેલના અનુસાર, પ્રાકૃતિક ગેસના મોટા ભાગના સ્થાનિક ઉત્પાદનોને આપવામાં આવતી કિંમત હાલનાં 3.06 ડોલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યૂનિટ (એમએમબીટીયૂ)થી વધારીને 3.36 ડોલર પ્રતિ એમએણબીટીયૂ કરી દેવામાં આવી છે. 

છ મહિના પ્રભાવી રહેશે આ કિંમત
પ્રાકૃતિક ગેસની કિંમત ગેસના મહત્તમવાળા દેશો જેમ કે અમેરિકા, રશિયા અને કેનેડાની સરેરાશ દરોના આધાર પર દર છ મહિનામાં સંશોધિત કરવામાં આવે છે. ભારત અડધા કરતા વધારે ગેસ આયાત કરે છે. જેની પડતર સ્થાનિક ગેસ કરતા વધારે હોય છે. સંશોધિત દર એક ઓક્ટોબરથી આગામી છ મહિના માટે પ્રભાવી રહેશે. આ દર ઓક્ટોબર 2015થી માર્ચ 2016નાં સમયગાળા દરમિયાન 3.82 ડોલર પ્રતિ એમએમબીટીયૂ બાદ સૌથી વધારે છે. 

વિજ ઉત્પાદનનો ખર્ચ પણ વધશે.
કિંમત વધવાનાં કારણે ઓએનજીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવી ઉત્પાદક કંપનીઓની કમાણીમાં વધારો થશે પરંતુ સીએનજીની કિંમતોમાં તેજીની સાથે જ યૂરિયા તથા વિજ ઉત્પાદનની પડતર પણ વધી જશે. તે આશરે 3 વર્ષમાં કરવામાં આવેલો બીજો વધારો છે. સુત્રોએ કહ્યું કે, પ્રાકૃતિક ગેસની કિંમતમાં જો એક ડોલરનો વધારો થાય છે તો ઓએનજીસીની ટેક્સની આવક વાર્ષિક ચાર હજાર કરોડ રૂપિયા વધી જાય છે.

ONGC ને થશે ફાયદો
ઓએનજીસીના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક શશિ શંકરે કહ્યું કે એક ઓક્ટોબરથી લાગુ થનારા પ્રાકૃતિક ગેસોની કિંમતોમાંથી કોઇ પણ પ્રકારે તેના ઉત્પાદન ખર્ચ નિકળી જશે. શંકરે જણાવ્યું કે, 2017-18માં તેના ગેસની સરેરાશ ઉત્પાદન ખર્ચ 3.59 ડોલર પ્રતિ ક્યબીક રહી જે આ વર્ષે ઘટી શકે છે અને નવા દરથી ઉત્પાદન ખર્ચ  માત્ર બરોબર થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news